Tuesday, 20 July 2010


Quebec Trip - 2‏


પેહલા અમે મેપ પ્રમાણે જુના ક્યુબેક સીટી ના ગેટ પાસે થી પસાર થઇ ને La Citadel ગયા ,આ એક જુનો કિલ્લો ને ગેરીસન છે એટલે કે ક્યુબેક સીટી ને સાચવવા માટે નદી કિનારે ઉંચી ટેકરી પર કિલ્લો બનાવેલ છે જ્યાં થી શહેર ની રક્ષા કરી શકાય. ફ્રેંચ ને બ્રિટીશ પેહલે થી જ ટ્રેડીસનલ એનીમી છે ને ઇન્ડિયા માં પણ ફ્રેંચ લોકો એ પગ પેસારો કરવા ની કોશિશ કરી જ હતી પણ ફાવ્યા નહિ એજ રીતે અહી ફ્રેંચ કોલોની સામે બ્રિટીશરો એ કોલોની સ્થાપવા માટે હુમલો કર્યો હતો ને અહી હુમલા થી ગઢ તોડી પાડેલ તેના અવશેષો પણ સાચવી રાખ્યા છે ને એટલે જ કેનેડા ની સરકાર બ્રિટીશ ક્વીન ની સત્તા સ્વીકારે છે તે મોન્ત્રિઅલ ને ક્યુબેક ને ગમતું નથી ને તેનાથી આઝાદ થવા નો પર્યંત કરે છે.અમે સિટાડેલ ની અંદર તો ન ગયા પણ બાજુ થઇ ને નદી કિનારે ગયા, ને અમે ત્યાં નું દ્રશ્ય જોઈ ને ચકિત જ થઇ ગયા .એકદમ ઉંચી ટેકરી પર થી ૩૦૦/૫૦૦ ફૂટ નીચે એકદમ દરિયા જેવી વિશાળ નદી દેખાણી. નદી અતિ વિશાળ ને ઊંડી છે ને એની અંદર સ્ટીમરો પણ ચાલે છે ને અમે એક કાર્ગો શીપ કનટેઇનર ને જતી પણ જોઈ .અહી ઉનાળા માં સ્નો પીગળતો હોવા થી તેનું પાણી બને છે ને તેથી નદી માં ખુબ પાણી હોય છે . આ નદી નું નામ સૈન્ટ લોરેન્સ છે ને તે લેક ઓન્તેરીઓ માંથી ઉદભવે છે ને પછી ૩૦૦૦ કિમી ની સફર કરી ને એટલાન્ટીક સમુદ્ર માં ઠલવાય છે .તેની ઊંચાઈ શરૂઆત માં ૮૦૦ મીટર છે ને ક્યુબેક પાસે પણ ૫૦૦ ફૂટ ઉંચી હશે. ક્યુબેક નું નામ આ નદી અહી સાંકડી થતી હોવા થી ફ્રેંચ ભાષા માં ke bek એટલે 'એ જગ્યા જ્યાં નદી સાંકડી થાય છે '.પર થી રાખ્યું છે. અહી અમને પહોળી લાગતી નદી ખરેખર તો અમુક જગ્યાએ ૮૦ માઈલ (હા માઈલ) પહોળી છે , એટલે આ એક દરિયો જ થયો ને. નદી માં સેઈલ બોટ,મોટર બોટ વગરે ચાલતા હતા ,ત્યાંથી અમે નીચે ઉતરી ને ઓલ્ડ સીટી તરફ ગયા . અમને ખબર નહિ કે આગળ શું છે તેથી ચાલતા ગયા ,નાના શો વિન્ડો માં આકર્ષક રીતે વસ્તુઓ ગોઠવી હતી તેને જોવા નો લાહવો લેતાં રહ્યા .વેકેસન હોવા થી ને લોંગ વીક એન્ડ હોવા થી ટુરિસ્ટો ની ભરમાર હતી .ખુબ બધા ટુરિસ્ટો નીકળી પડ્યા હતા ને ચાલવું મુશ્કેલ થતું હતું પણ અહી ના મેનર્સ પ્રમાણે કોઈ ભટકાતું નહોતું ને એકદમ વ્યવસ્થિત એકબીજા ને સાચવી ને ચાલતા હતા ને કદાચ કોઈ અડી જાય કે રસ્તા વચ્ચે આવી જાય તો તરત સોરી કહી ને ખસી જાય. અહી વિક્ટોરિયા નો આનંદ પણ લોકો બરાબર લેતાં હતા ને લોકો આખા ઓલ્ડ સીટી નો ચક્કર વીકટોરિયા માં મારતા હતા આને પણ ઓપરેટર ઓ એકદમ આધુનિક બનાવી દીધેલ છે કે એ લોકો પાસે પણ વોકી ટોકી હતું ને કોમેન્ટરી પણ આપતા હતા.લોકો બસ થી પણ આવ્યા હતા અમને ન્યુ યોર્ક થી એક ગુજરાતી કુટુંબ આવ્યું હતું તે મળ્યું.આમ તો ઘણા ગુજરાતી કુટુંબો દેખાણા. અમે એકદમ છેડે આવી ગયા .અહી નદી વળાંક લે છે ને ત્યાં એક અતિ ભવ્ય હોટેલ chateau frontenac હતી જેનું સ્થાપત્ય કોઈ જર્મન કિલા જેવું છે.ત્યાં નીચે ભવ્ય શિલ્પો ને રીવર ફ્રન્ટ છે. રીવર ફ્રન્ટ પર ખુબ લોકો ચાલતા હતા ,ખાણી પીણી પણ ચાલતી હતી .એક સર્કલ પાસે કોઈ માણસ શો કરતો હતો ને લોકો રસ થી તેને જોતા હતા ,એની પાછળ જ funicular એલીવેટર સીસ્ટમ છે .આમાં એક કેબીન ૪૫ ડીગ્રી ના ખૂણે ઉપર ચડતી એલીવેટર સીસ્ટમ છે . ૧૫૦ વર્ષ પેહલા ના જમાના માં નીચે થી ઉપર સામાન ને લોકો ને કઈ રીતે ઉપર લઇ જવા તેના ઈલાજ તરીકે આજ થી ૧૩૧ વર્ષ પેહલા આ કેબીન સીસ્ટમ બનાવી હતી. આ લોકો નું એન્જીનીઅરીંગ ભેજું જોવો કે તેમણે ઉપર જવાનો સરળ ઉપાય શોધી કાઢ્યો ને પેહલા પાણી ના કાઉનટર બેલેન્સ થી આ કેબીન ને ઉપર નીચે લઇ જાતા ,પછી સ્ટીમ મશીન થી ને ૧૯૦૭ થી ઇલેક્ટ્રિક થી આ કેબીન ઉપર નીચે જાય છે.એમાં બેસવા ના (આમ તો ઉભવા ) ના $ ૨ આપી ને અમે પણ લાભ લીધો.અહી નદી ને કાંઠે પણ એકદમ વોટર લેવલ પર પણ ખુબ સરસ વિકાસ કાર્યો છે.ખુબ સરસ મરીન ડ્રાઈવ જેવા રસ્તા ને ખુબ જ સુદર ડોક જ્યાંથી ફેરી બોટ નદી માં ફરવા લઇ જાય તે ઉપરાંત એક ખુબ જ નાની ગલી માં રૂપકડી માર્કેટ બનાવી છે.ગલી માંડ ૧૨/૧૩ ફૂટ પહોળી હશે પણ બંને બાજુ જે જુના રેહણાક ના ઘર હશે તેને દુકાન માં ફેરવી દીધા છે ને બહાર થી ફૂલો થી સજાવી ને આકર્ષક બનાવેલ હોતા ખુબ લોકો ફરતા હતા. આપણે ત્યાં આવી ગલી હોય તો ગંદકી નું સામ્રાજ્ય હોય , લારી ગલ્લા વાળા એ રસ્તો રોકી દીધો હોય ને જાંબુડા હપ્તો ઉઘરાવતા હોય. ત્યાંથી ઉપર ચડતા ખુબ જ આકરો ઢાળ ચડી ને પોસ્ટ ઓફીસ આવે ને પછી નોત્રે દેમ ચર્ચ આવે જે પણ ખુબ જ ભવ્ય બનાવ્યું છે. એની સામે એક સ્ક્વેર માં ૨ છોકરાઓ સરસ મજાના જગ્લીંગ ના ખેલ કરતા હતા .એ ખેલ જોઈ ને અમે સબવે સેન્ડવીચ ખાવા ગયા .અહી અમેરિકા ને યુકે નું વર્ચસ્વ ઓછું કરવા માટે ને ફ્રેંચ ફૂડ ને પ્રોમોટ કરવા માટે પિઝ્ઝા હટ કે એવા રેસ્ટોરાં ને પરમીશન નહિ આપી લાગતી ને એટલે અમને ફૂડ ની ખાસી એવી તકલીફ પડી. અમે અહી ફ્રેંચ ક્રેપ પણ ટ્રાય કર્યું પણ બહુ કઈ જામ્યું નહિ. ફ્રેંચ ક્રેપ એટલે મોળો પુડો, જેની અંદર સ્ટ્રોબેરી ,બ્લુબેરી જેવું ભર્યું હતું પણ કાઈ ટેસ્ટ નહોતો . અમે ઇન્ડિયન ફૂડ ની તપાસ કરી ને એક નામ અમારી નજરે પડ્યું ને તે હોટેલ અપ્સરા હતું તેથી ત્યાં ગયા તો તે થાઈ ને વિએતનામીસ નીકળી. અમને ટુરિસ્ટ ડીપાર્ટમેન્ટ તરફ થી ૨ ફ્રી ટીકીટ પાઈરેટ ઓફ ધી કેરિબિયન ના શો ની મળી હતી તેમાં છોકરાઓ ને લઇ સ્નેહલ નીપા ગયા ને અમે બંને ફરવા નીકળ્યા. સાંજ ના મ્યુસિક શો જોઇને અમે પાછ્છા હોટેલ પર આવી ગયા અમેને ત્યાં રવિવારે સાંજના ક્યા જાવું તે નક્કી ન કરી શક્યા ને જુના ટાઉન માં ખુબ ફરી લીધું એટલે પછી સેઇન્ટ ઈબ્રાહીમ પાર્ક માં ગયા જ્યાં અમે બધા ખો ખો રમ્યા . પેહલે દિવસે સવાર ના ૭.૩૦ ના નીકળ્યા હતા તે છેક રાત ના ૧૧.૩૦ ના હોટેલ પર પાછા આવ્યા હતા ને ખુબ જ થાકી ગયા હતા તેથી બીજે દિવસે વેહલા આવી ગયા ને થેપલા શાક જમી ને આરામ કર્યો ને વેહલા સુઈ ગયા .સવાર ના કોફી મેકર માં ચા બનાવી બ્રેક ફાસ્ટ કરી ને હોટેલ છોડી દીધી ને અમે ક્યુબેક સીટી ની બહાર montmorency falls જોવા ગયા.આ ધોધ ની ઊંચાઈ ૨૭૫ ફૂટ છે ને તે નાયગ્રા કરતા પણ ૧૦૦ ફૂટ ઉંચો છે. જોકે નાયગ્રા નો તો કોઈ મુકાબલો કરીજ ના શકે.અમે ધોધ પર પહોંચ્યા ત્યારે લગભગ ૧૦.૩૦ થઇ હતી .અહી ની સીસ્ટમ મુજબ ધોધ પાસે જવા માટે કોઈ ફી નહોતી ને કસ્ટમર સેન્ટર સરસ બનાવ્યું હતું જ્યાં તપાસ કરતા ખબર પડી કે ચાલતા જવું હોય તો જમણી બાજુ છેક દુર સુધી ચાલી ને પછી ત્યાં થી ૫૦૦ પગથીયા ચડી ને પછી ચાલી ને ધોધ ઉપર બનાવેલ બ્રીજ ઉપર જવાશે .અમારા થી ૫૦૦ પગથીયા ચડાય એમ નહોતું તેથી અમે કેબલ કાર માં જવા નું નક્કી કર્યું . કેબલ કાર ની ટીકીટ મોટા માટે વન વે $ ૭.૭૫ ને ટુ વે ૯.૫૦ હતી ને કિડ્સ ના $ ૪.૫૦ હતા.એટલે મારી વન વે લીધી ને તરલા ની ૨ વે .ધૃત ફ્રી હતો .અમે કેબલ કાર માં ઉપર પહોંચ્યા ને ત્યાં થી લાકડા ના બ્રીજ પર થઇ ને ધોધ ઉપર ના બ્રીજ ઉપર પહોંચ્યા જ્યારે સ્નેહલ નીપા ૫૦૦ પગથીયા ચડી ને બ્રીજ પર આવ્યા.અમે ધોધ ની મજા માંણી ને ફોટા પાડી ને પછી અમે બધા તરલા સિવાય ના પગથીયા ઉતરી ને નીચે પહોંચ્યા. આમાં લગભગ ૩ કલાક નીકળી ગયા હોવા થી બધા ખાસા થાકી ગયા હતા તેથી જ્યુસ સાથે નાસ્તો કરી ને ફ્રેશ થયા ને પછી નદી પાર કરી ને મોટા બ્રીજ ઉપર થી સામે પાર ગયા જ્યાં જુનું ડીસેન્ટ ગામ હતું તેનો એક ચક્કર મારી ને અમારી ક્યુબેક ની સફર પૂરી કરી ને પાછા વળતીયા ગાડાં ની જેમ અમારા ગામ વેસ્ટફોર્ડ તરફ વાન હંકારી મૂકી કારણ કે અમારે હજી ૮ કલાક ની મુસાફરી કરવા ની હતી. ક્યુબેક ની બહાર નીકળી ને લગભગ ૧ કલાક ડ્રાઈવ કરી ને પછી અમે એક જગ્યા એ લંચ લેવા ઉભા રહ્યા ને ત્યાં આપણું માનીતું થેપલા ,શાક, દહીં વગરે ખાધું ને પછી પાછું હંકારી મુક્યું તે વચ્ચે ૩ બ્રેક લઇ ને રાત ના ૯.૧૫ ના ઘેર આવી ગયા , રસ્તા માંથી જ પિઝ્ઝા નો ઓર્ડર આપી દીધો હતો તેથી પિઝ્ઝા ખાઈ ને સુઈ ગયા.

નીચે ની વેબ સાઈટ નવી ટેબ ખોલી ને જોવા થી ક્યુબેક ના પ્રોફેસનલ ફોટા જોઈ શકાશે .
નવી ટેબ ખોલશો તો જ ફોટા જોવાશે.

www.phototravelpages.com/canada/quebec/quebec_city.html


Our Quebec trip - 1‏


અમારી ક્યુબેક ટ્રીપ ; ૩ થી ૫ જુલાઈ ૨૦૧૦.


છોકરાઓને વેકેસન પડી ગયું એટલે બધા નવરા ને આખો દિવસ શું કરવું તેની ઉપાધી. આખો દિવસ ટીવી તો જોવા દેવાય નહિ ને બહાર પણ કેટલું રમે ને કોની સાથે રમે .અહી ના રીવાજ પ્રમાણે ભાઈ બંધો ને સ્લીપ ઓવર માટે બોલાવો એટલે બધા ને જમાડવા ના ને મોડી રાત સુધી ધમાલ કરે ને સવાર નો બ્રેક ફાસ્ટ વગરે ની ઉપાધી.તેમ છતાં તે પણ કર્યું પણ કેટલી વાર? ચી. .સ્નેહલ નીપા પણ ઘર માં કંટાળ્યા હોય તેથી ક્યાં જવું વિચાર કર્યો ને ૪ વર્ષ પેહલા અમે બધા એટલે કે નિમિશ ફેમીલી ,સ્નેહલ ફેમીલી ને અમે ૨ એમ બધા તો નાયગ્રા ધોધ થઇ ને પછી ત્યાં થી ટોરોન્ટો ને ત્યાંથી મોન્ટ્રીઅલ થઇ ને વેસ્ટફોર્ડ આવ્યા હતા એટલે હવે એમ વિચાર્યું કે ક્યુબેક સીટી જોવા નું રહી ગયું છે ને તેના વખાણ પણ સાંભળ્યા છે તેથી ત્યાં જઈ આવીએ . એટલે ૪ થી જુલાઈ ની રજા ને કારણે લોંગ વિકએન્ડ આવતો હોવા થી એનો લાભ લઈએ. એટલે પેહલા તો ત્યાં ફ્રેંચ સીસ્ટમ હોવા થી આપણે લાયક ખાવાનું મળવા ની શક્યતા ખુબ જ ઓછી હોવા થી આપણી રીત મુજબ ગુજરાતી ફૂડ લેવા નું નક્કી કર્યું ને એ મુજબ મેથી ના ખારા ,મોળા થેપલા ,બટાટા નું શુકુ શાક ,લુંન્જી,દહીં વગરે લીધા આ ઉપરાંત ચેવડો ,નાસ્તો વગરે પણ લીધા .બ્રેકફાસ્ટ માટે કૃસો .મફિન્સ ,બ્રેડ વગરે લીધા ,દૂધ નું એક આખું કેન પણ લીધું ને ચા,કોફી ના પેકેટ લીધા આમ બધી તૈયારી કરી ને શનિવાર સવાર ના ૭.૩૦ ના અમારી હોન્ડા વાન માં ઉપડ્યા .છોકરાઓ કંટાળી ન જાય એટલા માટે લેપટોપ ને તેનું કાર ચાર્જર ખાસ ખરીદી લીધું ને ડીવીડી પ્લેયર તો ખરાંજ .અન્વય, ધૃત તો હવે આઈ ફોન થી જ વધારે રમે છે.
૩૮૭ માઈલ એટલે કે લગભગ ૬૫૦ કિમી થતા હોવા થી ગુગલ મેપ માં જ ૬ કલાક ને ૨૭ મિનીટ બતાવતું હોવા થી અમે ૮ કલાક તો ઘણી જ લીધા હતા, કારણકે વચ્ચ્ચ માં જમવા માટે ને આરામ માટે પણ ઉભા રેહવું પડે.
લોંગ વિકએન્ડ હોવા છતાં સદનસીબે અમને ક્યાંય ટ્રાફિક ન નડ્યો ને અમે સારી એવી સ્પીડે આગળ વધ્યા .વચ્ચે એક હોલ્ટ લીધો જ્યાં અમે બ્રેક ફાસ્ટ કર્યો જેમાં કૃસો ને મફિન્સ સાથે ચા ને કોફી લીધા , પછી લગભગ ૧૨ વાગ્યે અમે જમવા માટે લાંબો હોલ્ટ લીધો.આ અમેરિકા ની અંદર જ ન્યુ હેમ્પશાયર સ્ટેટ માં રેસ્ટ એરિઆ માં ઉભા .અહી અમે આરામ થી થેપલા ,શાક ,દહીં,ખાધા પછી થાક ઉતારવા ને છોકરાઓ ને રમાડવા માટે અમે બધા થપ્પો રમ્યા .આરામ કરી ને અમે આગળ વધ્યા ને કેનેડા ની બોર્ડર પર આવ્યા જ્યાં અમારા પાસપોર્ટ ચેક કરી ને અમને દાખલ થવા દીધા . ત્યાર પછી પણ ૩ કલાક નું અતર હતું જે પસાર કરી ને અમે ૩.૧૫ ના અમે ક્યુબેક સીટી પહોંચી ગયા.

અમારી હોટેલ સેપિઆ માં અમારું રીઝર્વેસન કરાવેલ હતું.તેમાં રૂમ લીધો.રૂમ ની સગવડ અમેરિકા ની મોટેલ ના પ્રમાણ માં ઓછી લાગી.રૂમ માં ફ્રીઝ તો હતું પણ માઈક્રોવેવ નહોતું તેથી થેપલા કે શાક ગરમ કરવા ની તકલીફ હતી.બ્રેક ફાસ્ટ પણ નહોતો તેથી તેની પણ તકલીફ હતી.કોફી મેકર હતું પણ કોફી નહોતી ને એનો જુદો ચાર્જ હતો ,સાબુ વગેરે પણ ઓછા હતા બાથ રૂમ નાનો હતો પણ તેના અપ્લાયાન્સીસ એકદમ હાઈ ક્વોલીટી ના હતા પણ બાથ રૂમ નું ડોર સ્લાઈડીગ ફ્રેંચ ડોર હતું તેથી બાથ રૂમ માં ગીતો ગાવા ફરજીયાત હતા .
અમે તરત તૈયાર થઇ ને નીકળી પડ્યા.અમારી પાસે GPS હોવા થી ડ્રાઈવ કરવા માં સારું ને સરળ પડ્યું ,
અમે સીટી માં આવી ગયા ને એક જગ્યા એ વાન પાર્ક કરી ને ટહેલવા નીકળ્યા .અમારે સદ નસીબે ૩જી જુલાઈ ક્યુબેક દિન હોવા થી ખુબ બધા પ્રોગ્રામ હતા ને તેની તૈયારી ચાલતી હતી .અમે જ્યાં આવ્યા તે જગ્યા ક્યુબેક ની પાર્લિયામેન્ટ હાઉસ ની હતી ને ખુબ જ સુંદર જગ્યા હતી .આગળ મોટો ફુવારો હતો ને હાઉસ નું આર્કિટેક્ટચર ગોથિક આર્ટ નું ખુબ આકર્ષક હતું.આ બધા દેશો ની ખૂબી ને વખાણવા જેવી વાત એ છે કે તેઓ નવી દુનિયા ને અપનાવવા સાથે પોતાની જૂની ધરોહર ને ભૂલી જતા નથી.આનું એકદમ સુંદર મિશ્રણ અહી કરવા માં આવ્યું છે. અહી નવું ક્યુબેક સીટી સાથે જુનું પૌરાણિક સીટી ને પણ એકદમ સાચવી રાખ્યું છે ને ટુરિસ્ટો આ જુનું સીટી જોવા જ આવે છે.અમે નવા મોડર્ન બિલ્ડીંગ પાસે થી ચાલતા જુના સીટી પાસે ગયા. પેહલા એક સીટી ગેટ આવ્યો ને પછી એકદમ સાંકડી ગલી આવી જેમાં એક વાહન જ જઈ શકે એટલી જ જગ્યા હતી ને બંને બાજુ નાનો નાનો ફૂટપાથ હતો.પણ ત્યાં ખુબ સુંદર રીતે ફૂલો થી શણગારેલી રેસ્ટોરાં ની લાઈન હતી .અહી ના લોકો ની જીજીવિષા વખાણવા લાયક છે કારણ કે અહી ૭ થી ૮ મહિના તો ખુબ જ સ્નો પડે છે ને રસ્તા ઓ ૪ ફૂટ સ્નો થી ઢંકાઈ જાય છે પણ જેવો ઉનાળો આવે એટલે લોકો કામ કરવા મંડી પડે ને ઘર ની આગળ ઘાસ ની લોન એકદમ સરસ રીતે ઉગાડી ને કાપી ને રળિયામણું બનાવી દે ઉપરાંત રંગ બેરંગી ફૂલ થી ઘર ની આગળ સજાવટ કરી ને જીંદગી રંગીન બનાવી દે.વર્ષ ના ૬ થી ૮ મહિના બરફ નું રણ જોઇને કંટાળી ગયેલા લોકો જીવન ને હરિયાળું બનાવી દે.રેસ્ટોરાં ની બારી પર સુંદર ફૂલો ના ગુચ્છા મૂકી ને લોકો ને આકર્ષે જેથી લોકો અંદર આવે ને ફ્રેંચ રેસીપી ની મજા


Our Orlando Trip -4 final‏


તા. ૪.૧.૨૦૧૦ સોમવાર :
અમે ઠંડી માં શખત થાકી ગયા હતા ને ખાસ તો તરલા બેન ને ઠંડી ને કારણે શરદી કે કઈ થઇ નાં જાય એટલે ફરીથી રેસ્ટ લેવા નું નક્કી કર્યું ને તે થી આસપાસ ક્યાંક જવા નું નક્કી કર્યું ને તે થી સ્નેહલ ને નીપા એ કોમ્પ્યુટર પર છોકરાઓ ને ગમે એવી જગ્યા શોધવા માંડી ને પછી વન્ડર વર્કસ (wonderworks .કોમ) ની મુલાકાત લેવા નું નક્કી કર્યું . આ વેબસાઈટ ની મુલાકાત લેવા ની ને મોર પર ક્લિક કરી ને બધા આકર્ષણ જોવા ને સ્ટડી કરવા ખાસ વિન્નંતી છે કારણ કે હવે આપણો દેશ અમેરિકા ની બરોબરી કરવા ને સક્ષમ થયો છે ત્યારે નવી પેઢી માટે વિજ્ઞાન નું જ્ઞાન ને સમજણ ખુબ જ જરૂરી છે .ખાસ તો માઈન્ડ બોલ જોજો . આ જગ્યા ને આકર્ષક બનાવવા માટે આખું બિલ્ડીંગ ઊંધું બાંધ્યું હોય એવું બનાવ્યું છે જેમ કે બારીઓ ,બારણાં ઊંધા ,છત ઉંધી એવું બધું . આ એક મ્યુઝીયમ જેવું છે ને તેમાં નીચે નાં આકર્ષણો હતા .
૧. ધરતી કંપ ૫.૩ સ્કેલ નો અનુભવ (આપણે તો ૭.૩ નો કરી લીધો છે ) ૨. સ્પેસ શટલ ને તમારી જાતે લેન્ડ કરવાનું ૩.લેઝર ટેગ ૪. હરિકેન નો અનુભવ ૫. નૈલ બેડ -ખીલા ની પથારી નો અનુભવ ૬. વર્ચુઅલ બેસ બોલ ૭. માઈન્ડ બોલ ૮. રેઇન ડ્રોપ અગેઈન્સ્ટ ગ્રેવિટી ૯. જેટ પેક ઓન મુન ૧૦. ફાઈટર જેટ નો અનુભવ ૧૧. એસ્ટ્રોનોટ સ્પેસ સ્યુટ ૧૨. બબલ બલ્બ ૧૩. વન્ડર વોલ ૧૪. વન્ડર કોસ્ટર ૧૫. ડેસર્ટ વોર નો અનુભવ. આ ઉપરાંત રાત ના મેંજીક કોમેડી શો હતો જેની સાથે ડીનર પણ હતું .
ધરતી કંપ નો અનુભવ તો આપણે કરવા નો હોય જ નહિ . સ્પેસ શટલ નો અનુભવ છોકરા ઓ એ કર્યો .આમાં એક સીમ્યુંલેટર માં બેસી ને જાણે ખરેખર સ્પેસ માં જાતા હોઈએ એવો અનુભય થયો ને એમાં ખાસ તો નીચે રનવે દેખાય ને આપણા હાથ માં વ્હીલ હોય ને એના થી રનવે ની લેવલ માં લઇ ને લેન્ડ કરવા નું હોય એમાં સ્પીડ ધીમી કરવા ની શટલ ને ઊંચું નીચું લેવલ કરી ને લેન્ડ કરવા નો અનુભવ સારો રહ્યો . લેઝર ટેગ માં આપણ ને એક લેઝર ગન આપે ને એક જેકેટ પેહરાવે જેમાં ઘણી બધી એલીડી હોય ને સામે એજ રીતે બીજા લોકો હોય જેમણે પણ એજ રીતે લેઝર ગન ને જેકેટ પેહર્યાં હોય ને પછી લેઝર થી શૂટ કરવા નાં જો તમે એને શૂટ કરો તો એના જેકેટ પર લાઈટ થાય ને તમારા ગન માં સ્કોર વધે ને સામે ની વ્યક્તિ ની ગન ૫ સેકંડ માટે બંધ થઇ જાય . અત્યાર ની આધુનિક લડાઈ માં આવા ગન વપરાય છે એટલે આ એની ટ્રેઈનીંગ ગણાય. હરિકેન નાં અનુભવ માં તો એક મોટ્ટા ફેન સામે ઉભા રેહવા થી હવા નો જબ્બર ધક્કો લાગે . ખીલા ની પથારી માં તો આપણ ને કાણા વાલા જાડા સખત પ્લાસ્ટિક પર સુવડાવે ને પછી નીચે થી ખીલા વાળી પથારી ઉપર આવે ને ધીમેક થી આપણ ને ઉઠાવે . આમાં એક ખીલા પર હાથ રાખવા થી ખીલો વાગે પણ ઘણા બધા ખીલા ને કારણે ખીલા વાગે નહિ . વર્ચ્યુઅલ બેસ બોલ તો એક કોમ્પ્યુટર ગેમ જેવું લાગે. માઈન્ડ બોલ એક સરસ પ્રયોગ હતો .એક ટેબલ પર બે વ્યક્તિ ને સામ સામે બેસાડે .ટેબલ પર પ્લાસ્ટિક ની ટ્યુબ નીચે એક બોલ હોય ને તમને બંને ને એક હેડ ફોન જેવું પેહરાવે જેમાં થી મેગ્નેટિક બ્રેઈન વેવ નીકળે ને એ બોલ ને ખસેડે .આમાં જે નાં બ્રેઈન વેવ પાવરફુલ હોય તે સામે ની વ્યક્તિ તરફ થી પોતાની તરફ બોલ ખસેડી શકે . રેઇન ડ્રોપ ડીફાઈંગ ગ્રેવિટી માં તો એક ચતુરાઈ હતી ને સ્ટ્રોબ લાઈટ થી એવો આભાસ ઉભો કર્યો હતો કે પાણી ઉપર થી પડી ને પાછું જાય છે.(આપણે ઘણી વાર પંખો ફરતો જોઈએ ત્યારે ઉન્ધો ફરતો લાગે છે એમજ ) જેટ પેક મુન માં મુન ઉપર ચાલતા હો તો કેવો અનુભવ થાય એવો અનુભવ કરાવ્યો ફાઈટર જેટ માં એજ રીતે સીમ્યુંલેટર માંથી જેટ ની સફર નો અનુભવ કર્યો . બાકી નાં અનુભવ સામાન્ય રહ્યા .બબલ બલ્બ માં તો સાબુ નાં ફીણ નો મોટો ફુગ્ગો બને ને તેની અંદર આપણે ઉભા રહીએ .
રાત ના મેંજીક કોમેડી શો માં જાદુ નાં પ્રયોગ કર્યા ને સાથે સાથે ડીનર પણ સર્વ કર્યું .
તા. ૫.૧.૨૦૧૦ મંગળવાર
અમારે મંગળવાર સવાર નાં રિસોર્ટ ખાલી કરવા નો હતો તે થી કેલીપ્સો કે પેહલા ખાલી કરી ને અમે હોટેલ મેરીઓટ ગયા જ્યાં પેહલે થી રીઝરવેશન કરાવી રાખ્યું હતું ત્યાં સામાન ખડકી ને તરત જ સી વર્લ્ડ જવા નીકળી ગયા

સી વર્લ્ડ માં પ્રાણી ઓ એ કામ કરવા નું હોવા થી સાંજ નાં ૬.૦૦ વાગ્યે પાર્ક બંધ થઇ જાય છે એટલે અમારે ઝડપ થી બધા શો પતાવવા નાં હતા . જોકે અહી સ્કેરી રાઈડ જેવી કે ક્રેકન વાઈલ્ડ આર્કટીક રાઈડ, હેપ્પી હાર્બર રાઈડ રોલર કોસ્ટર ની સ્કેરી હોય છે એટલે એનો લાભ લેવા નો તો પ્રશ્ન જ નહોતો . અમે દાખલ થઇ ને પેહલા શામુ ધ કીલર વ્હેલ સાથે ફોટો પડાવ્યો (માણસ વ્હેલ નો ડ્રેસ્સ પહેરી ને ઉભો હોય ) ને પછી શાર્ક એનકાઉનટર ડોલ્ફિન કોવ વગરે જોવા ગયા ને પછી તરત જ ડોલ્ફિન શો સારું થતો હતો એટલે તેના સ્ટેડીઅમ માં દાખલ થયા .આ બધા શો માટે ખાસ મોટા મોટા સ્ટેડીઅમ બનાંવેલા હોય છે જેમાં એકી સાથે ૫૦૦૦ થી ૧૦૦૦૦ માણસો બેસી શકે છે .આ બધા શો દિવસ માં બે જ વખત હોય છે એટલે એનો સમય બરાબર ધ્યાન રાખી ને પહોંચી જાવું પડે . આ બ્લુ હોરાઈઝોન ડોલ્ફિન શો માં થોડાક સર્કસ નાં દાવ પણ સામેલ કરી દીધા હતા જેમાં ડોલ્ફિન જંપ મારે માણસ ને લઇ ને , પાણી ની અંદર થી બહાર જંપ મારે ત્યારે માણસ ડોલ્ફિન નાં નાક ઉપર ઉભો હોય આ સાથે જ એક્રોબેટ સ્ત્રી ને પુરુષો ઉપર નીચે જંપ મારે પાણી ઉપર લટકે ને એક્રોબેટીક દાવ કરે ને એની સાથે જ મોટા ઈગલ ને બીજા પક્ષીઓ પણ લોકો ઉપર ચક્કર મારે . દ્રશ્ય બહુજ રળિયામણું કલરફૂલ બનાવ્યું હતું .

આ પછી ઓટ્ટેર શો હતો જેમાં પાઈરેટ્સ જહાજ ને ઉપાડી જાય છે ને ઓટ્ટેર મજા નું તોફાન કરે છે .આમાં કોમેડી ઘણી હતી .છોકરાઓ ને તો એટલી મજા પડી કે સાંજ નાં બીજી વાર એ શો જોવા ગયા . જર્ની ટુ એટલાન્ટીસ માં પાણી માં ઉપર થી બોટ પડે છે તે સ્કેરી હતી ને અમે નાં બેઠા . પછી પાછા એક્વેરિયમ માં ગયા ને રંગ રંગીન માછલીઓ પ્રાણીઓ ને દરિયાઈ જળચર જીવો જોયા . પેન્ગ્વીન એક્ષ્પિરિઅન્સ માં પેન્ગ્વીન ને જોવા ની મજા પડી . પછી અમે દિવસ નો ખાસ શો શામુ ધ કીલર વ્હેલ નો શો જોવા ગયા .આ શો પણ અમને બધા ને એટલો બધો ગમ્યો કે સાંજ નાં ફરી થી જોવા ગયા .
આમાં શામુ ધ કીલર વ્હેલ નાં અફલાતુન ખેલ જોયા .શામુ ને બીજી વ્હેલ જંપ મારે એ જોઈ ને તો આફરીન બોલી જવાય .પાણી ની અંદર થી અચાનક બહાર ૩૦ ફૂટ ઉંચો જંપ મારે ત્યારે આપણે ચમકી જ જઈએ . આજ રીતે અનેક જાત નાં ખેલ કરે ત્યારે આપણ ને થાય કે આ પ્રાણી ને કેમ ટ્રેઈન કરેલ હશે . લોકો ને હસાવવા ને પજવવા વ્હેલ પોતાની પૂંછડી થી પાણી ઉડાડે ત્યારે લોકો ની ભાગાભાગી જોઈ ને બધા ખુબ હસી પડે . આ શો ને આકર્ષક બનાવવા ટીવી નાં ૪૦ ફૂટ લાંબા ને ૨૫ ફૂટ પહોળા એવા ૪ સ્ક્રીન લગાવ્યા હતા જે પાછ્છા છુટા થાય ને ભેગા થાય ને ઉભા થાય ને આડા પણ થઇ ને લાંબી પટ્ટી જેવો સ્ક્રીન બની જાય ને આ સાથે બધા કલાકારો આપણી વચ્ચે આવી જાય ને બધા ની સાથે હાથ મિલાવી ને તાળીઓ પાડી ને સ્ટેડીઅમ ને ગજાવી દે ને સાથે જોરદાર સંગીત થી શામુ શામુ નો નાદ ગજાવી દે ને સાથે આપણા માટે ગર્વ ની વાત એ છે કે આ સંગીત માં પણ જય હો જય હો નું ટયુન સમાવી લીધું હતું .આ ખુબ જ યાદગાર શો પૂરો કરી ને અમે બહાર નીકળ્યા ને ભૂખ લાગવા થી એક જગ્યા એ બેસી ને પેક લંચ ખાધું .
આ પછી ચાલતા ચાલતા બીજા દરિયાઈ પ્રાણી ઓ નાં શો જોવા ગયા જેને આપણે ઓળખતા પણ નથી જેવા કે MANTAA
સી હોર્સ ,વગરે . પછી અમે પેટ્સ અહોય માં ગયા જેમાં ઢગલે બંધ કુતરા ,બિલાડી , વાંદરા, ખિસકોલી નાં શો જોયો ને બધા ને , ને ખાસ તો છોકરાઓ ને ખુબ જ મજા આવી. એલ્મો નો શો પણ જોયો . આખા દિવસ માં કાચબા ,મગર ને સ્ટીંગ રે પણ જોયા . સાંજ નાં અમે સ્કાય ટાવર માં બેસી ને ખુબ જ ઉંચે થી આખું સી વર્લ્ડ જોયું . સ્કાય ટાવર એક પિલર પર ધીમે ધીમે ગોળ ફરતું ફરતું ઉપર ચડે ને આપણ ને ૩૬૦ ડીગ્રી નો વ્યુ જોવા મળે ને છેક ઉપર થી આખું શહેર દેખાય .
દિવસ પૂરો થાતો હતો ને અમે ફરી વાર શામુ નો શો જોઈ ને સી વર્લ્ડ બહાર નીકળ્યા ને સિધ્ધા હોટેલ મેરીઓટ ગયા . હવે શું ખાવું તે પ્રશ્ન હતો તે થી છેવટે ઇન્ડિયન કંઇક ખાવું એવું નક્કી કર્યું ને સ્નેહલ નીપા જોકે બહુ નજીક તો નહોતો પણ ઇન્ડિયન ગ્રોસરી સ્ટોર હતો ત્યાં ગયા ને ફ્રોઝન પરાઠા ,શાક વગરે લઇ આવ્યા ને અમે નિરાંતે જમ્યા . હોટેલ મેરીઓટ સરસ લક્ષુરિઅસ હતી. રૂમ સરસ હતો ને અંદર નાનું કિચન પણ હતું .અમારે એક જ રાત રેહવા નું હતું.
તા. ૬ જાન્યુઆરી ૨૦૧૦ બુધવાર
રાત આરામ થી કાઢી ને સવાર નાં સમયસર તૈયાર થઇ ને નીચે કોમ્પલીમેનટ્રી બ્રેકફાસ્ટ લેવા ગયા . બ્રેક ફાસ્ટ માં ખુબ વસ્તુ ઓ હોય જે અમે બરાબર ઝાપટી ને પેટ ભરી લીધું ને પછી ક્યાં જાવું તે નક્કી કર્યું. આ આખો દિવસ ખાલી જ હતો તેથી પેહલા અન્વય ને ધૃત હોટેલ નાં સ્વીમીંગ પુલ માં નાહ્યા ને પછી અમે થપ્પો પાછળ નાં ગ્રાઉન્ડ માં રમ્યા ને પછી હોટેલ રૂમ ખાલી કરી અમારો સામાન કાર માં લોડ કરી ને પછી ડીઝની બ્રોડ વોક જવા નું નક્કી કર્યું . ડીઝની એ અહી ખુબ જ મોટા એવા રિસોર્ટ બનાવ્યા છે જે લોકો વેકેસન ગાળવા માટે આવી ને રહી શકે ને ડીઝની વર્લ્ડ ની મુલાકાત પણ લઇ શકે . અહી એક લેક બનાવ્યું છે એની આસપાસ લક્ષુરિઅસ એપાર્ટ મેન્ટ બનાવ્યા છે .લેક માં બોટ પણ ફરતી હોય ને લેક ફરતો ચક્કર પણ મારી શકાય .અમે પેહલા ચાલતા ચાલતા ફર્યા ને પછી એક મલ્ટી સાઈકલ લીધી જેમાં ૬ જણા બેસી શકે ને તેમાં થી ૪ જણા પેડલ મારે. આ સાઈકલ થી અમે લેક ને ૨ ચક્કર માર્યા . અમ્મારે સાંજ ની ફ્લાઈટ પકડવા ની હતી તેથી કોઈ ઉતાવળ નહોતી તેથી બ્રોડ વોક થી નીકળી પેટ પૂજા માટે ભટકી ને ૨-૩ ફાસ્ટ ફૂડ માં ટેસ્ટ કરી ને પછી એરપોર્ટ જવા નીકળ્યા .
અમારી એરલાઈન્સ એર ટ્રાન્સ ની સર્વિસ ઘણી સારી હતી .ઓરલાન્ડો આવતી વખતે ડાઈરેક્ટ ફ્લાઈટ હતી તેમ છતાં બે વખત ડ્રીંક ને સ્નેક્સ આપ્યા ને પાણી જ્યુસ પણ આપતા. એક બેગ મોટી હતી તો પણ ચેક ઇન કરાવવા નું કહ્યું નહિ ને ફ્રી માં ચેક ઇન કરી . પ્લેન ની અંદર ફ્રી માં wifi ઈન્ટરનેટ સેવા હતી ને સ્નેહલ નાં આઈ ફોન થી અમે નિમિશ ને ઇ મેઈલ કરી શક્યા .
અમે આ રીતે તા. ૩૧ ડીસેમ્બર થી તા. ૬ જાન્યુઆરી ઓરલાન્ડો ફરી ને એક અતિ યાદગાર પ્રવાસ કરી ને પાછા આવી ગયા.
આ પ્રવાસ વર્ણન થી મેં તમને કંટાળો આપ્યો હશે ને મને ખબર છે કે તમે ઘણા એ મારા પર ખીજ પણ કાઢી હશે તો મને માફ કરશો પણ મારો હેતુ ખાસ તો સામાન્ય જાણકારી આપવા નો જ છે . મારા આ પ્રવાસ વર્ણન થી જો તમને જરાક પણ મજા આવી હોય કે ભવિષ્ય માટે ગાઈડંસ મળ્યું તો મારું આ લખ્યું સાર્થક થશે .


Our Orlando Trip - 3‏


તા. ૨.૧.૨૦૧૦ શનીવાર :
રાત નાં ૧.૦૦ વાગ્યે સુતા હોવા થી ને ખુબ જ થાક્યા હોવા થી પથારી માં પડતા વેત લાકડા જેવા સુઈ ગયા ને સવારે કોઈ નાં થી ઉઠાય એમ જ નહોતું .એટલે અમે પેહલે થી જ બ્રેક લેવા નું નક્કી કરી લીધું હતું . આથી આમે મોડા ઉઠ્યા ને નિરાંતે બ્રેકફાસ્ટ કર્યો ને પછી અન્વય ને ધૃત જેના ખુબ જ ચાહક છે તે સ્વીમીંગ કરવા જાવા નું નક્કી કર્યું. રિસોર્ટ માં ૩ સ્વીમીંગ પુલ હતા ને તેમાં એક હીટેડ હતો કે જેમાં આર્ટિફીસીઅલ બીચ પણ બનાવ્યો હતો ને વોટર સ્લાઈડ પણ હતી તેથી તેમાં ગયા .અન્વય ને ધૃત લગભગ ૩ કલાક સુધી ધમાલ કરતા રહ્યા ને ૨.૦૦ વાગ્યે બહાર આવ્યા પછી અમે એપાર્ટમેન્ટ પર જમવા ગયા . સ્નેહલ ને નીપા રિસોર્ટ ની ડીલ માટે પ્રેસનટેસન સાંભળવા ગયા હતા તેઓ પણ આવી ગયા . ટાઈમ શેર રિસોર્ટ એક ખરું તુત છે . આમાં એપાર્ટમેન્ટ લેવો એટલે પાકું છેતરાવા જેવું છે. $ ૨૫૦૦૦ માં ૨ બેડ રૂમ નો એપાર્ટ મેન્ટ તમને વર્ષ માં એક કે બે અઠવાડિયા માટે આપે એટલે કે તેઓ આ એપાર્ટ મેન્ટ બીજી ૨૫ વ્યક્તિ ઓ ને વેચી ને તેમની પાસે થી પણ $ ૨૫,૦૦૦ લે એટલે કુલ્લે $ ૬,૨૫,૦૦૦ ભેગા કરે જ્યારે આવા એપાર્ટ મેન્ટ ની કિંમત અહી વધારે માં વધારે $ ૨,૦૦,૦૦૦ ગણાય . આમ આ લોકો ૩૦૦% નફો કરે ને તે ઉપરાંત દર વર્ષે મૈનટેનન્સ નાં $ ૫૦૦ આપવા નાં જુદા .આટલું આપ્યા છતાં એપાર્ટ મેન્ટ તો તમારો તો નહિ જ ને દર વર્ષે તમારે ક્યારે આવવું તે તે લોકો નક્કી કરે.
સ્નેહલ ને તથા મને પણ સ્વીમીંગ કરવા ની ઈચ્છા તો હતી જ તેથી અમે પાછા પુલ પર ઉપડ્યા ને લગભગ બીજા ૨ કલાક તર્યા. મોડી સાંજે અમે બહાર જમવા ઉપડ્યા ને પહેલા ડીઝની ડાઉન ટાઉન ગયા જે ડીઝની એ એક જબ્બર મોલ બનાવ્યો છે ત્યાં ફર્યા ને પછી એક ઇટાલિયન રેસ્ટોરાં માં સરસ પેટ ભરી ને જમ્યા.
અહી થોડીક આડ વાત કહી દઉં કે અમે જ્યાં પણ જઈ એ ત્યાં અન્વય ને ધુત ને ખુબ જ ગમતી દેશી રમતો જેવી કે આંધળો પાટો ,થપ્પો કેપ્ટન કેપ્ટન ને ધમાલ ધોકો જરૂર રમીએ.અહી કાલીપ્સો કે રિસોર્ટ માં પણ અમે બરાબર રમ્યા .
એક બીજી ગર્વ ની વાત ભૂલી જાઉં તે પેહલા કહી દઉં કે આ પછી નાં બંને પાર્ક ડીઝની હોલીવુડ સ્ટુડીઓ માં ને સી વર્લ્ડ માં અમે જય હો સાંભળ્યું જેને શો માં ઈંગ્લીશ ટયુન માં સમાવી લીધું હતું.વિગત પછી.
અહી વ્હીલ ચેર વાલા ને ખુબ જ માન ને મહત્વ આપે છે .ડીઝની કિંગડમ માં તો અમને દરેક જગ્યા એ પ્રાયોરીટી મળતી હતી નેતેને કારણે લાંબી લાઈન માં પણ આગળ જગ્યા મળતી હતી ને સમય પણ બચતો હતો જ્યારે ડીઝની હોલીવુડ સ્ટુડીઓ માં એટલી તો પ્રાયોરીટી નહોતી મળી પણ ખાસ જગ્યા તો મળતી જ
તા.૩.૧.૨૦૧૦ રવિવાર :
અમે એજ રીતે સવાર નાં વેહલા ઉઠી ગયા ને બ્રેકફાસ્ટ કરી ને નાહી ને તૈયાર થઇ ને ડીઝની હોલીવુડ સ્ટુડીઓ જવા નીકળી ગયા . આ પાર્ક રાત નાં ૮.૦૦ વાગ્યે બંધ થતો હોવા થી સમય નો બરાબર ઉપયોગ કરવા નો હતો .એજ પ્રમાણે અમારી ટીકીટ ચેક કરી અમારી ફિંગર પ્રિન્ટ લઇ અમને અંદર જવા દીધા .તરલા ને માટે વ્હીલ ચેર લેવા ની હતી ને એને પગ ની તકલીફ હોવા થી અમે વિન્નંતી કરવા થી અમને ગેટ થી એકદમ જ નજીક ડિસેબલ પાર્કિંગ આપ્યું (અહી ડિસેબલ વ્યક્તિ માટે આખા અમેરિકા માં ખાસ એકદમ નજીક પાર્કિંગ રીઝવર્ડ હોય છે ત્યાં બીજું કોઈ પાર્કિંગ નાં કરી શકે ) અમે વ્હીલ ચેર લઇ લીધી ને મેઈન સ્ટ્રીટ માં પ્રવેશ્યા . અહી પણ માહોલ એકદમ આનંદ ને ઉત્સાહ નો હતો .લોકો હજી ક્રિસમસ નાં મુડ માં હતા ને રજા ની ભરપુર મજા માણવા માગતા હતા .સવાર થી જ એકદમ ભીડ લાગી ગયી હતી . જોકે ઠંડી ખુબ જ હતી .ઓરલાન્ડો માં છેલ્લા ૨૦ વર્ષ માં નાં પડી હોય એવી ઠંડી પડતી હતી.સદનસીબે અમે બોસ્ટોન જેવા ઠંડા વિસ્તાર માં થી આવતા હતા તેથી અમારી પાસે જાડા જેકેટ ,વાંદરા ટોપી ,હાથ મોંજા વગરે હતા નહીતર તો જેની પાસે ના હોય એની તો દશા જ બેસી જાય અમારે પણ છોકરાઓ માટે તાત્કાલિક જાડા લાંબી બાય નાં સ્વેટ શર્ટ લેવા પડ્યા. હોલીવુડ સ્ટુડીઓ ખાસ તો ફિલ્મ નું શુટિંગ કેવી રીતે થાય છે ને કઈ ફિલ્મ કેવી રીતે બની હતી તેનો ખ્યાલ આપે છે . ને અમુક જૂની ફિલ્મો જેમાં ઘણી બધી ટ્રિકો હતી તે પણ બતાવે છે.અ હી આ નીચે નાં બધા શો જોયા .
૧. અ હેટ ૨. હની આઈ શ્રન્ક ધ કિડ્સ ૩. indianaa જોન્સ ૪. સ્ટાર વોર્સ ૫. જર્ની ઇન ટુ નાર્નિયા ૬. એક્ષટ્રિમ કાર સ્ટંટ ૭.પ્લેહાઉસ ડીઝની ૮. રોક એન રોલ કોસ્ટર ૯. સ્ટુડીઓ બેક લોટ ટુર ૧૦. અમેરીકન આઇડોલ સ્ટુડીઓ ૧૧. ટાવર ઓફ ટેરર ૧૨. ટોય સ્ટોરી મેનિયા ૧૩. લીટલ મરમેઈડ ૧૪. વોલ્ટર ડીઝની વન મેન્સ ડ્રીમ ૧૫. ફેન્ટાસમિક
હની આઈ કિડ્સ તો જેમણે જોઈ હશે એને ખબર જ હશે કે એક પ્રોફેસર વિજ્ઞાન નાં પ્રયોગ કરતો હતો ત્યારે એના મશીન થી એનો દીકરો સાવ કીડી જેવડો થઇ ગયો ને પછી એને કેમ શોધે છે તે છે આમાં પણ ૩ - D ટેકનીક નો બહુજ સારો ઉપયોગ કર્યો છે ને કુતરો પાણી વાળું માથું હલાવે ત્યારે આપણ ને પણ પાણી ઉડે છે. જ્યારે ઈન્ડીઆના જોન્સ માં તો જબ્બર મોટા સ્ટેજ પર ઇન્ડિઆના જોન્સ સ્ટંટ કરે છે પછી એ આખું સ્ટેજ ખસી જાય છે ને બીજા સ્ટંટ આવે છે જેમાં પ્લેન ઉપર ફાઈટ ને ટ્રક માં આગ લાગે છે પછી વિલન ૩જા માળે થી જંપ મારે છે વગરે જોવા ની મજા આવે છે . સ્ટાર વોર્સ માં જેડાઈ લડે છે એની સ્ટોરી બતાવી ને બેક લોટ ટુર માં જંગલ માં શિકારી ઓ જતા હોય છે ત્યારે તેમના ઉપર આદિવાસી ઓ હુમલો કરે છે પછી એમની ટ્રક ને આગ લાગે છે ને પછી પાણી નો બંધ -ડેમ તૂટે છે તે આબેહુબ બતાવ્યું .પાણી નો બંધ તૂટે છે તે તો એટલું સરસ હતું કે અમે પીપલ મુવર માં બેઠા હતા તેમને બધા ને એમ જ થઇ ગયું કે હમણાં પાણી આપણા ઉપર જ આવશે ને બધા ની રાડ ફાટી ગયી પણ પાણી નજીક આવી ને પાસે નાં નાળાં માં ચાલ્યું ગયું .એવા જ બીજા શો માં આગ ની કરામત હતી જેમાં પાણી ની વચ્ચે બોટ હોય છે જેમાં આગ લાગે છે ને તેને કેમ બચાવે છે એ બતાવ્યું .આ બધી જ સ્ટુડીઓ ની કરામત જ હતી ટોય સ્ટોરી મેનિયા માં પણ એક નાની ટ્રોલી જેવી કાર પાટા ઉપર ચાલતી હોય ને પછી આપણા હાથ નાં વ્હીલ થી ગોળ ગોળ ફરે ને કાચ માના ટાર્ગેટ ને શૂટ કરવા નું .આ એક બહુજ જ પોપ્યુલર રાઈડ છે ને ૯૦ મિનીટ લાઈન માં ઉભા પછી અમારો વારો આવ્યો . જોકે મજા બહુજ આવી એટલે મેહનત સફળ થઇ ગણાય .
સાંજ ના ૪.૦૦ વાગ્યા હતા ને ભૂખ ખુબ જ લાગી હતી પણ અમને જમવા નો સમય જ નહોતો મળ્યો એટલે પછી નાં ખુબ જ રોમાંચક શો કાર સ્ટંટ નો સમય થતા અમે તેના સ્ટંટ શો માટે નાં મોટા લગભગ ૧૫,૦૦૦ માણસો ને સમાવતા સ્ટેડીઅમ માં પહોંચ્યા. ઠડી સખત હતી તેથી સ્નેહલ કાર માંથી વધારાના જેકેટ લેવા ગયો ને અમે ઉપર જઈ ને સેન્ડવિચ બનાવી ને સ્નેહલ આવતા જ તૂટી પડ્યા કાર સ્ટંટ તો ખરે ખર અફલાતુન હતું .જેમાં ૪ કાર ફુલ્લ સ્પીડ માં સામ સામે આવે ને એકદમ પાસે થી પાછી ફરે આપણે ને એમ જ થાય કે હમણાં બધી કાર અથડાઈ પડશે . એજ રીતે ૩-૪ કાર જંપ મારે પેહલે માળે થી જંપ મારી ને ઉતરે ટ્રક ઉપર થી જંપ મારે આગ માંથી જંપ મારે ને છેલ્લે ૩ કાર ઉંધી ચત્તી ઉપર થી જંપ મારે છે . આમાં આપણે જોઈએ કે ઉંધી કાર કેટલી સરસ રીતે જંપ મારે છે ને આપણે છેતરાઈ જઈએ પણ ખરેખર આમાં ચાલાકી જ હતી કે જે કાર ઉંધી જંપ મારે છે તે ખરેખર તો ચત્તી જ હતી પણ તેનું ઉપર નું બોડી ઊંધું બેસાડેલું હતું એટલે કે એન્જીન ની ઉપર ડેકી નો ભાગ બેસાડેલો હતો . કાર સ્ટંટ નાં સ્ટેડીંઅમ ની બહાર ન્યુયોર્ક ની મેનહટ્ટન સ્ટ્રીટ નો દેખાવ કર્યો હતો . ત્યાં થી ચાલતા ચાલતા અમે બીજા કેરેક્ટર જેની સાથે છોકરાઓ ને ફોટા પડાવવા હતા ત્યાં આવ્યા ને પછી બીજા નાના ૨ શો જોઈ ને ફેન્ટાસ્મિક નાં સ્ટેડીયમ પર પહોંચ્યા .
આ શો ૭.૦૦ વાગ્યા નો હતો ને લોકો નાં ટોળે ટોળા એ સ્ટેડીઅમ બાજુજ જઈ રહ્યા હતા. આ શો દિવસ નો સિરતાજ જેવો પ્રિમીઅર શો હોય છે . સ્ટેડીઅમ ની સામે લેક ની પેલે પાર મોટી ટેકરી ઉપર થી આ શો સારું થવા નો હતો . આ શો નો મુખ્ય હેતુ રાવણ ઉપર રામ નાં વિજય જેવો . આશુરી શક્તિ ઉપર મહા શક્તિ નો વિજય બતાવ્યો છે.એમાં મિકી પેહલા આવે છે ને પછી ડ્રેગન ,પાઈરેટ ,વિલન સાથે લડે છે ને તેમાં ડ્રેગન નીચે થી છેક ઉપર ૩૦ ફૂટ ઉંચો જાય છે પણ મિકી બચી જાય છે ને નીચે લેક પર થી પાઈરેટ્સ હુમલો કરે છે.આમાં નું ઘણું દ્રશ્ય પાણી નાં ફુવારા પર લેસર ટેકનીક થી બતાવે જે નયન મનોહર ને બહુજ સુંદર લાગે છે .પાણી પર જ જુદા જુદા આકાર દ્રશ્યમાન થાય છે ને છેવટે લેક પર હીરો , પરીઓ વગરે બોટ માં ડાંસ કરતા આવે છે ને મિકી નીચે જમીન પર થી ટેકરી ની ટોચ પર પહોંચી જાય છે.ને સુંદર સંગીત થી વાતાવરણ ભરાઈ જાય છે ને આતશબાજી શરુ થાય છે. આમાં એટલો હાઈપ ઉભો કરે છે કે લોકો આનંદ થી તાળીઓ પાડી ને ચીસો પાડી ને વધાવી લે છે. અમે પેહલી વખત ગયા ત્યાર નું આ ફેનટાંસ્મિક નું દ્રશ્ય હજી સુધી ભૂલ્યા નથી ને અમારી બાજુ માં ઉભેલી એક અમેરિકન મહિલા ની આંખ માં તો આંસુ આવી ગયા હતા .
ઠંડી સખત પડતી હતી ને તારલા બેન તો ધ્રુજતા હતા . અન્વય ને સ્ટાર વોર નાં સ્ટોર માંથી ટોય લેવું હતું તેથી તે લોકો એ બાજુ દોડતા ગયા ને અમે એક સ્ટોર માં હીટર નો લાભ લેવા અંદર પેઠા. ૮.૦૦ વાગ્યે અમે બહાર નીકળી ગયા ને કાર પાસે હોવા થી તરત જ કાર ની અંદર ઘૂસી ગયા ને હીટર ચાલુ કરી ને હાશ કરી ને બેઠા. રૂમ પર આવી ને આપણું ફેવરીટ જમી ને આરામ કર્યો . સ્નેહલ નીપા એ કોમ્પ્યુટર પર બીજા દિવસ માટે ની તૈયારી શરુ કરી.
હા એક વાત ભુલાઈ ગયી કે અહી ફેનટાસ્મિક માં જે સંગીત ધમાકેદાર વાગતું હતું તેમાં એ લોકો એ એ . આર રેહમાન નું જય હો ઈંગ્લીશ ટયુન માં સમાવી લીધું હતું ને પ્રેક્ષક લોકો બધા સાથે જ ગાતા તેમાં જય હો પણ ગાતા હતા
niranjan buch


Our Orlando Trip -2‏


તા. ૧.૧.૨૦૧૦ શુક્રવાર : રાત નાં લગભગ ૧૨.૩૦ નાં સુતા હોવા છતાં ને પ્લેન ની મુસાફરી કરી હોવા છતાં બધા વેહલા ઉઠી ગયા ને ચી. સૌ નીપા એ બ્રેક ફાસ્ટ તથા ચા કોફી બનાવ્યા તથા બધા એ નાહી લીધું . ત્યાર પછી સૌ નીપા એ બધા ને માટે જુદી જુદી ઝીપ લોક બેગ માં નાસ્તો ને લંચ માટે સેન્ડ વિચ ની ચીઝ સાથે ની સ્લાઈસ પેક કરી દીધા . સેન્ડ વિચ ચીમળાઈ નાં જાય એટલા માટે ટામેટા ને કાકડી કેચપ વગરે જુદા પેક કર્યા જે ત્યાં જઈ ને સેન્ડ વિચ બનાવવાની હતી સાથે ચાટ મસાલો પણ હતો.
વોલ્ટર ડીઝની નું નામ આવે ત્યારે આપણ ને થાય કે આ માણસ કેવો અદભુત હતો . એનું વિઝન ,એની કાબેલિયત એની ધંધા ની સૂઝ એવી જબ્બર હતી કે આખી દુનિયા ને એણે હલાવી દીધી. ડીઝની એ ૧૯૫૪ માં લોસ એન્જલસ માં પેહલું ડીઝની લેન્ડ ખોલ્યું ને એની સફળતા જોઈ ને એણે આથી પણ વધારે મોટું ડીઝની વર્લ્ડ ઉભું કરવા નો નિર્ણય કર્યો ને એટલે એણે પ્લાનિંગ કરી ને જગ્યા ની શોધ આદરી. એની નજર ઓરલાન્ડો પર પડી કારણ કે અહી ની આબોહવા આખું વર્ષ અનુકુળ રહેતી હોવા થી પ્રવાસી ઓ ને વેકેસન ગાળવા ની મજા પડશે ને એટલે એણે ઓરલાન્ડો માં ચુપચાપ જમીન ખરીદવા માંડી જેથી જમીન નાં ભાવ વધી નાં જાય ને ૧૯૬૪ માં એણે ડીઝની વર્લ્ડ નું ઉદ્ગાટન કર્યું. અહી એણે ૪૦ માઈલ નાં વિસ્તાર માં ડીઝની વર્લ્ડ નો વિકાસ કર્યો છે. આ એક ખરાબા ની જમીન હતી એને એણે વિકસાવી ને આખા શહેર માં ઠેક ઠેકાણે લેક બનાવ્યા છે .આખા ડીઝની વર્લ્ડ માં ડીઝની નો સ્ટાફ આડો નાં આવે એટલા માટે બધી જ સેવા ઓ જેવી કે કોમ્પુટર ,વીજળી પાણી ,ગટર બધી જ જાત ની અવરજવર માટે ના ગોકાર્ટ , ગાર્બેજ બધી રાઈડ ની બધી જ મશીનરી અન્ડર ગ્રાઉન્ડ રાખી છે . આને કારણે ક્યાં પણ અડચણ ઉભી થતી નથી ને સરળતા થી કામ ચાલતું રહે છે .આટલો બધો વપરાસ હોવા થી તેનું મૈન્ટેનંસ પણ ખુબ રાખવું પડે ને એ બધું જ દિવસ દરમ્યાન તો થઇ નાં શકે થી રાત નાં ૧૨.૦૦ વાગ્યે પાર્ક બંધ થાય પછી આ પ્રક્રિયા ચાલુ થાય ને સવાર નાં ૯.૦૦ વાગ્યા પેહલા કામ પૂરું કરવું પડે .
ખરેખર ડીઝની અદભુત માણસ હતો . મી. વોલ્ટર ડીઝની ને લાખ લાખ સલામ છે .
અમે કાર પાર્ક કરી ને પીપલ મુવર જે એક આજુ બાજુ થી ખુલ્લી બસ જેવી ૨ ડબ્બા ની હોય છે જે આપણ ને કાર પાર્ક થી મોનો રેલ સુધી લઇ જાય છે તેમાં બેઠા ને તે અમને મોનો રેલ પાસે લઇ ગયી ને આ મોનો રેલ મુંબઈ ની ઇલેક્ટ્રિક ટ્રેન જેવી પણ એક ટ્રેક પર ચાલતી હોય છે જે આપણને મૂળ દરવાઝા સુધી લઇ ગયી ને ત્યાં અમારી ટીકીટ ચેક કરી અમારી ફિંગર પ્રિન્ટ લઇ ને અમને અંદર દાખલ થવા દીધા ને અમે અંદર ગયા .
અમે લગભગ ૯.૩૦ નાં ડીઝની મેજિક કીન્ગ્દમ પહોંચી ગયા. કમનસીબે સવાર થી જ વરસાદ નાં ઝાપટા પડવા નાં ચાલુ થઇ ગયા હતા તેથી અમે ૬ પોંચો (રેઇન કોટ ) લઇ જ લીધા હતા . તે તરત જ પહેરી લીધા ને બધા અંદર પ્રવેશ્યા . તરલા થી ફ્રેક્ચર ને કારણે ચાલી શકાય તેમ નહોતું ને ધીમે ચાલે તો રાત નાં ૧૨.૦૦ વાગે પણ પૂરો પાર્ક જોઈ નાં શકાય ને પૈસા બગડે (હા આ પાર્ક નો સમય સવાર નાં ૯.૦૦ થી રાત ના ૧૨.૦૦ સુધી નો છે ) તે થી તેના માટે વ્હીલ ચેર લઇ લીધી ને બધા દિવસ અમે બાકી નાં પાંચે જણા એ ધક્કા મારી ને સાચવી લીધા હતા . ચી. સ્નેહલ ચી સૌ નીપા તથા ચી. અન્વય એ વ્હીલ ચેર ચલાવી ને ધૃત પણ ધક્કા મારતો ને થાકી જાય ત્યારે દાદી નાં ખોળા માં બેસી જાતો . દાખલ થતા જ દરવાઝા ની ઉપર થી જ ૧૦૦ વર્ષ જૂની ટાઈપ ની ટ્રેન પસાર થાય છે તે જોઈ ને પછી અમેરિકા ની મેઈન સ્ટ્રીટ જેવી સ્ટ્રીટ માં પ્રવેશ્યા જ્યાં અનેક દુકાન ની હાર માળા હતી. ડીઝની એ આ ટીપીકલ જુના ને નવા અમેરિકા ની દુકાનો જેવી જ સ્ટ્રીટ બનાવી છે જેથી જુના લોકો ને જૂની યાદ તાજી થાય ને નવી પેઢી ને જુના ને આજ નાં અમેરિકા વચ્ચે સરખામણી કરવા ની તક મળે . મેઈન સ્ટ્રીટ ની સામે જ પ્રિન્સેસ કેસલ છે જે એની ભવ્યતા ની યાદ આપે છે .
કોઈ પણ થીમ પાર્ક માં દાખલ થતા જ ત્યાનો નકશો લઇ ને કઈ રાઈડ ક્યાં છે ને કયા શો ક્યારે છે તે જાણવું ખુબ જ જરૂરી છે ને તે પ્રમાણે તેના ટાઈમિંગ ચેક કરી ને તે પ્રમાણે પ્લાનિંગ કરી ને આગળ વધાય નહીતર અગત્યના શો ચુકી જવાય . અમુક શો તો દિવસ માં બે જ હોય છે તે થી તે ચુકી જવું પોષાય નહિ . જોકે મેંજીક કિંગ ડમ માં બધા શો સતત હોય છે તેથી વાંધો નાં આવે .મેજિક કીન્ગ્દમ માં ફ્રનટીઅર લેન્ડ , ટુમોરો લેન્ડ , અડવેન્ચાર લેન્ડ ફેન્ટસી લેન્ડ એમ વિભાગ પાડેલા છે અમે આખા દિવસ માં નીચે મુજબ ની રાઈડ માં બેઠા

૧. બઝ્ઝ લાઈટ યર ૨. ફીલ્હાર મેજિક ડોનાલ્ડ ૩- D શો ૩. પીટર પાન ૪. ડ્રીમ એલોંગ વિથ મિકી ૫. કન્ટ્રી બેઅર જામ્બોરી ૬. સ્પ્લાશ માઉન્ટેન ૭.સ્વીસ ફેમીલી ટ્રી હાઉસ ૮. મેજિક કાર્પેટ ઓફ અલ્લાદીન ૯. જંગલ ક્રુઝ , ૧૦. પાઈરેટ્સ ઓફ કરીબિયન ૧૧. લીબર્ટી રીવર પેડલ બોટ ૧૨. હોંટેડ મેન્સન ૧૩. ઇટ્સ આ સ્મોલ વર્લ્ડ ૧૪. સ્નો વાઈટ ૧૫. સીન્દ્રેલા કેરૌસલ ૧૬. ડુંમ્બો એલીફન્ટ રાઈડ ૧૭. વિન્ની ધ ફૂ રાઈડ ૧૮. મેંડ ટી પાર્ટી વગરે વગરે . આ બધી જ રાઈડ ની મજા નું વર્ણન કરવું અશક્ય છે પણ એટલું કહી શકાય કે આમાંની અમુક રાઈડ તો અદભુત હતી ને જીંદગી નું એક યાદગાર સંભારણું રહેશે . ખાસ તો ઇટ્સ આ સ્મોલ વર્લ્ડ માં આખી દુનિયા નાં લોકો ની જીવન શૈલી પહેરવેશ તથા યાદગાર જગ્યા જેવી કે તાજ મહાલ બતાવ્યા છે ને આ આખી રાઈડ બોટ માં છે ને એનું સંગીત એટલું સરસ ને મીઠું છે કે અમે પહેલી વાર લોસ એન્જેલસ નાં ડીઝની લેન્ડ માં આજ થી ૧૦ વર્ષ પેહલા ગયા હતા તો પણ તે ઝીન્ગલ હજી અમારા કાન માં ગુંજે છે ને આપણે ત્યાં પણ કાર નાં રીવર્સ હોર્ન માં આ સાંભળવા મળે છે . જંગલ ક્રુઝ માં આફ્રિકા નું ને ભારત નું જંગલ ને હાથી વાઘ લોકો ને ગણપતિ પણ બતાવ્યા છે . હોંટેડ મેન્સન માં ભૂત પ્રેત ને એ લોકો ની ડીનર પાર્ટી ને મેંડ ટી પાર્ટી માં કાચ નાં કપ માં ચક્કર ચક્કર ફરવા ની મજા આવી . સ્પ્લેશ માઉન્ટેન માં બોટ માં ઉપર થી પાણી નાં પ્રવાહ માં પડવા ની ખુબ મજા આવે છે . ૩ D શો પણ બહુ સરસ હતો ને અમે ૨ વખત જોયો આમાં સ્પેસીઅલ ઈફેક્ટ માં જ્યારે મિકી પાણી છંટકોરે ત્યારે તે પાણી આપણ ને પણ ઉડે એવી ગોઠવણ છે .બુઝ્ઝ લાઈટ યર માં ચાલતી ગાડી માં થી લેઝર ગન થી ટાર્ગેટ શૂટ કરી ને પોઈન્ટ લેવા ની મજા આવી .પાઈરેટ્સ ઓફ કરીબિયન માં પેહલા નાં વખત માં (જોકે આજે પણ સોમાલિયા નાં પાઈરેટ્સ એવા જ છે ) પાઈરેટ્સ કેવા ક્રૂર હતા તેનો ચિતાર આપ્યો છે. પેડલ બોટ માં જુના વખત માં પેડલ બોટ થી લોકો એક ગામ થી બીજે ગામ કેમ મુસાફરી કરતા તેનો અનુભવ કરાવે છે.
આ પાર્ક એટલો મોટો છે કે એક દિવસ માં તો આખો જોઈ જ નાં શકાય ને સાથે અમારા બાળકો અન્વય ને ધૃત હોવા ને કારણે અમારા થી માત્ર બાળકો નો વિભાગ જ જોઈ શકાયો ને તેમ છતાં રાત નાં ૧૨.૦૦ ક્યાં વાગી ગયા તે ખબર જ નાં પડી . વરસતા વરસાદ વચ્ચે પણ અમે ચાલતા રહ્યા ને જુદી જુદી શો ને રાઈડ નો લાભ લેતા રહ્યા .અમને ખબર જ હતી કે અમને જમવા નો સમય મળવા નો જ નથી તેથી ચી. સૌ નીપા એ દરેક ને માટે નાસ્તો તથા લંચ નાં પેકેટ જુદા પેક કર્યા જ હતા તે બધા ને પકડાવી દીધા ને તેમાં થી નાસ્તો કરતા ગયા ને ચાલતા ગયા ને આમ જ લંચ પણ એક જગ્યા એ ઉભા રહી ને પતાવ્યું .બપોર નાં ૧.૦૦ વાગ્યે સ્પેસીઅલ ક્રિસમસ પરેડ હતી એટલે અમે આ જોવા દોડ્યા .આ એકદમ ગ્રાંડ સ્કેલ ની પરેડ હતી જેમાં જુદા જુદા ફલોટસ હતા ને એ લોકો જુદા જુદા પહેરવેશ માં સંગીત પર ડાંસ કરતા હતા ને ડીઝની નાં ખુબ જ જાણીતા મિકી, મીની ને જોઈ ને લોકો તાળીઓ નાં ગડગડાટ થી વધાવી લેતા હતા. આખી દુનિયા માંથી આવતા લોકો માટે આ એક અદભુત નઝારો હતો ને અમે ને ખાસ તો સ્નેહલ નિમિશ તો બાળપણ થી રાજકોટ નાં જન્માષ્ટમી નાં મેળા માં આ બધા ચરિત્રો ને ઓળખતા થયા હોવા ને કારણે ને અમારા જેવા કેટલાય લોકો જે દુનિયા નાં અલગ અલગ ખૂણે થી આવ્યા હશે તેમને માટે આ સોનેરી અવશર હતો ડીઝની વર્લ્ડ ને નજીક જોવાનો ને માણવા નો. લોકો આનંદવિભોર થઇ ને પરેડ નાં એક એક કેરેક્ટર ને હાથ હલાવી ને અભીનંદતા હતા. અહી ફોટા ને કેમકોર્ડાર નો ઉપયોગ છૂટ થી થાય છે એટલે લોકો આ પરેડ ને એમાં કેદ કરી લેતા હતા . આમાં ખાસ તો માર્ચ ઓફ ધી વુડન સોલ્ઝર જોવા ની મજા આવી આ ઉપરાંત પીનોકીઓ ,સીન્દ્રેલ્લા , ફેઈરી ક્વીન બ્યુટી એન્ડ ધ બીસ્ટ વગરે પણ સરસ હતા . અહીંથી પાછા અમે બીજીબધી રાઈડ નો લાભ લેવા ગયા. વર્શાદ તો બંધ થઇ ગયો હતો પણ ઠડી તોખુબ હતી ને જેમ સાંજ ઢળતી હતી તેમ ઠંડો પવન ધ્રુજાવતો હતો . સુરજ ઢળી ગયો ને લાઈટો નાં ઝગારા વચ્ચે અમે ફરતા રહ્યા . રાત નાં ૮.૦૦ વાગ્યે બીજી ઝગમગાતી પરેડ નીકળવાની હતી જે હતી સ્પેકટ્રા મેજિક . આ માં જુદા જુદા ફલોટસ લાઈટો થી ડેકોરેટ કરેલા હતા ને એ પણ એક અદભુત સુંદર વાતાવરણ ઉભું કરતા હતા . લોસ એન્જેલસ માં મુલાન પરેડ બપોર નાં નીકળે છે પણ અહી ડીઝની નાં ઘણા park હોવા થી જુદા જુદા પ્રકાર ની પરેડ નું આયોજન કર્યું લાગે છે . આ પછી અમે પેડલ બોટ માં બેઠા જે જુના સમર ની યાદ આપે છે. અમેરિકા માં નદી ઓ ઘણી છે ને દેશ ખુબ જ મોટો હોવા થી નદી ઓ લાંબી ફેલાએલી છે થી તેમાં મુસાફરી કરવા માટે આવી પેડલ બોટ નો ઉપયોગ કરતા જેમાં ૨ માળ હોય ને અંદર રેસ્ટોરાં પણ હોય ને મ્યુઝીસિયન પણ હોય .અમે રાત નું ડીનર પણ એક રેસ્ટોરાં માં પિઝ્ઝા ને સલાડ થી કરી લીધું . આખા દિવસ ની દોડા દોડી થી થાકી ને ઠુંશ થઇ ગયા હતા પણ રાત નો મુખ્ય નઝારો જોવા નો બાકી હતો ને તે ફાયર વર્કસ .ડીઝની પાસે ફાયર વર્કસ ની ૧૦૦ થી વધુ પેટન્ટ છે. બરાબર રાત ના ૧૧.૦૦ વાગ્યે ફાયર વર્કસ ચાલુ થયું ને આપણને લાગે કે બીજે બધે જોયેલા ફાયર વર્કસ કરતા આ જુદું જ છે ને એટલું સરસ કે આપણા મોઢા માં થી ઉદગારો નીકળી પડે કે વાહ ડીઝની તારી કલ્પના શક્તિ ને લાખ લાખ સલામ છે. આજ વખતે પ્રિન્સેસ કેસલ ઉપર જુદા જુદા પ્રકાર ની રોશની ચાલુ થઇ ને તેમાં પણ ઈમેજીનેસન નો ભરપુર ઉપયોગ કર્યો હતો ને કેસલ ઉપર બદલતા કલર લાઈટીંગ પણ નયન મનોહર હતું . લાઈટીંગ માં છેલ્લે સ્નો થી કેસલ પર થતા પાક્કા બરફ નાં અવનવા આકાર નું અદભુત લાઈટીંગ હતું .
આ અદભુત નઝારો જોઈ ને આંખો ભીની થઇ જાય ને ડીઝની વર્લ્ડ ની મુલાકાત લઇ શકવા બદલ અમારી જાત ને નસીબદાર ગણી અમે લંગડાતા લંગડાતા મેઈન ગેટ બહાર નીકળી કાર પાર્ક માં ગયા ને કાર માં બેસી રિસોર્ટ પર પાછા આવ્યા , ત્યારે રાત નાં ૧.૦૦ વાગ્યો હતો . બધા ને ભૂખ તો સખત લાગી હતી ને સદનસીબે ફીઝ માં થેપલા શાક દહીં દ્દુધ અથાણું વગેરે હતા એટલે બરાબર જમી ને અમે સુતા.
niranjan buch


Our Orlando trip -1‏


ઘણા વર્ષો થી મને ઇચ્છા હતી કે ઓરલાન્ડો ફ્લોરીડા ની એક ટ્રીપ થઇ જાય તો મજ્જા પડી જાય .આમ તો અમેરિકા માં બધુજ જેવું કે ન્યુ યોર્ક નું ,વર્લ્ડ ટ્રેડ સેન્ટર ,લીબર્ટી સ્ટેચ્યુ ,એપાયર સ્ટેટ બિલ્ડીંગ , નાયગ્રા ,લાસ વેગાસ ડીઝની લેન્ડ , યુનિવર્સલ સ્ટુડીઓ સાન ફ્રાન્સીસ્કો નો ગોલ્ડન ગેટ ,કેબલ કાર ટ્રામ જોવાઈ ગયું છે એટલે ઓરલાન્ડો સિવાય કઈ બાકી રહેતું નહોતું . ઓરલાન્ડો દુનિયા નાં પ્રવાસી ઓ માટે નું એક મહત્વ નું મનોરંજન કેન્દ્ર છે અને અહી દર વર્ષે લગભગ ૬ કરોડ પ્રવાસી ઓ થીમ પાર્ક ની મુલાકાત લે છે . ઓરલાન્ડો ની વસ્તી ૨,૮૫,૦૦૦ ની છે ને તેની સામે ૬ કરોડ લોકો આવતા હોવા થી ખુબ જ ગણી બધી હોટેલો ને રિસોર્ટ થયા છે . જ્યાં જુવો ત્યાં હોટેલો ને રિસોર્ટ જ દેખાય ને એણે કારણે ફૂડ ઇનડસટ્રીસ પણ ખુબ જ વિકાસ પામી છે .અહી ડીઝની નાં ૯ પાર્ક કે રિસોર્ટ છે જ્યારે યુનિવર્સલ નાં ૩ ને સી વર્લ્ડ નાં પણ ૩ પાર્ક છે. જેવા કે
૧. મેજિક કિંગડમ ૨. એપકોટ સેન્ટર ૩. ડીઝની હોલીવુડ ૪. એનિમલ કીગ્ડમ ૫. બ્લીઝ્ઝાર્દ બીચ ૬. તાઈફૂન લગુન ૭. ડાઉન ટાઉન ડીઝની ૮. ડીઝની બ્રોડ વોક ૯. ડીઝની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ
યુનિવર્સલ સ્ટુડીઓ નાં ૧ યુનિવર્સલ સ્ટુડીઓ ૨. આઈ લેન્ડ ઓફ અડ્વેનચર ૩. વેટ એન્ડ વાઈલ્ડ
જ્યારે સી વર્લ્ડ નાં : ૧. સી વર્લ્ડ ૨. ડીસ્કવરી કોવ ૩. એક્વાટીક્કા
અહી ની આબોહવા સમ્શીતોષ્ણ હોવા થી આખું વર્ષ પ્રવાસી ઓ માટે અનુકુળ રહે છે ને તે થી કરોડો લોકો અહી વેકેસન ગાળવા આવ
છે.અમારું અચાનક જ જાવા નું નક્કી થતા બધા જ તૈયારી માં ગૂંથાઈ ગયા . ગુજરાતી ઓ ને મોટી મુશ્કેલી ફૂડ ની પડે આપણે વેજીટેરિયન
ને ફૂડ માંડ મળે ને ઇન્ડિયન રેસ્ટોરાં બીજા નાં પ્રમાણ માં મોંઘા પડે ને ફૂડ ની ક્વોલીટી ને ક્વોન્ટીટી તથા સર્વિસ ખરાબ હોવા થી ભૂખ્યા બહાર આવવું પડે ને મુડ બગડે આના ઉપાય તરીકે આપણી ગુજરાતી રીત પ્રમાણે ઘેર થી જ બટાટા નું શુકું શાક, ખારી પૂરી, ખારા મોળા થેપલા , ગોળ પાપડી વગરે ઘેર થી જ લઇ જાવા નું નક્કી કર્યું .
ક્રિસમસ સીઝન હોવા થી પ્લેન , હોટેલ ને રિસોર્ટ નાં ભાવ વધારે હોવા થી થોડા મોડા જાવા નું નક્કી કર્યું ને તે થી તા.૩૧.૧૨.૨૦૦૯ ની ટીકીટ વ્યાજબી ભાવ માં મળતી હોવા થી ને વળતી ટ્રીપ ની તા. ૬.૧.૨૦૧૦ ની નક્કી કરી ને તે પ્રમાણે લીધી.અહી બધું જ ઈન્ટરનેટ થી જ થતું હોવા થી પ્લેન,હોટેલ રિસોર્ટ, રેન્ટલ કાર પાર્કિંગ વગરે નું રીઝાર્વેસન કરાવી લીધું ને બધા થીમ પાર્ક વગરે માટે ઢગલા બંધ ફોનો કરવા પરવા પડ્યા . તા. ૩૧ થી તા. ૫ સુધી નું કેલીપ્સો કે (calipso cay ) નામ નાં રિસોર્ટ નું તથા તા.૬ નું હોટેલ મેરીઓટ નું બુકિંગ કરાવી લીધું. તા. ૩૦ .૧૨ ની સવાર થી થેપલા પૂરી શાક ,ગોળ પાપડી વગરે બનાવવા નું ચાલુ થઈગયું.સામાન પણ બધો ભેગો કવા માંડ્યા ૩૧ મી ની બપોર નાં ૩.૦૦ વાગ્યા ની ફ્લાઈટ હતી અમે બપોર નાં ૧૨ વાગ્યે નીકળ્યા ત્યારે સાધારણ સ્નો પડવા નો ચાલુ થઇ ગયો હતો પણ અમે સમય સર એરપોર્ટ પહોંચી ગયા . સામાન કોઈ ચેક ઇન કરાવવા નો નહોતો તેથી ઘેર થી જ બોર્ડીંગ પાસ લઇ ને નીકળ્યા હતા ને સીટ નંબર પણ નક્કી જ હતા .બધા રીઝર્વેસન નાં પ્રિન્ટ આઉટ લઇ લીધા હતા .એક અઠવાડિયા માટે હોન્ડા વાન લોગાન એરપોર્ટ પર પાર્ક કરવા ની હતી તે થી સ્નેહલ તે પાર્ક કરવા ગયો .અમને તા. ૩૦.૧૨ નું પ્લેન નું બુકિંગ મળતું હતું પણ થોડી ચર્ચા કરવા માં ટાઈમ નીકળી જતા ડીલ જતી રહી પણ જે થાય તે સારા માટે કારણકે જો અમે ૩૦.૧૨ ની ટીકીટ લીધી હોત તો અમે ૩૧.૧૨ નાં ડીઝની મેજિક કિંગડમ ગયા હોત ને તો બહુજ હેરાન થાત કારણકે તે દિવસે એટલો ધસારો હતો કે ડીઝની પાર્ક બંધ કરી દેવો પડ્યો હતો લોકો ને ચાલવા ની જગ્યા નહોતી ને એટલે લોકો ને એપકોટ સેન્ટર મોકલ્યા હતા ને ત્યાં પણ એટલી ગીર્દી થઇ ગયી હતી કે એક એક રાઈડ માં ૫ ૫ કલાક નું વેઈટીંગ હતું . આમાં સમય લાઈન માજ પસાર થઇ જાય ને દિવસ પૂરો થઇ જાય .એટલે જે થયું તે સારું જ થયું.
સ્નો ને કારણે પ્લેન એક કલાક લેટ હતું કારણ કે રનવે પર થી સ્નો હટાવવા નો હતો તથા પ્લેન પર જે સ્નો પડ્યો હોય ને માઈનસ ડીગ્રી માં સ્નો જામી જાય તે જો નાં હટાવે તો પ્લેન ને મુશ્કેલી પડે તે થી તેને ખાસ મશીન થી કેમિકલ સ્પ્રે કરી ને de -icing કરવું પડે .આ પ્રક્રિયા પૂરી થયા પછી અમે ઉપડ્યા ને રાત નાં ૮.૦૦ વાગ્યે ઓરલાન્ડો પહોંચ્યા .ઓરલાન્ડો એરપોર્ટ એકદમ મોડર્ન છે .દર વર્ષે ૬ કરોડ લોકો આવતા હોવા થી ખુબ જ અદ્યતન બનાવ્યું છે જેમાં ૨ શટલ ટ્રેનો ઉપરાંત ૫ માળ ની ૫ સ્ટાર હયાત હોટેલ પણ છે જે એક મોટા ચોક માં ઉપર કાચ નાં ગુંબજ નીચે ચારે બાજુ ફરતી ફોયર વાળી છે જેમાં નીચે મોટા ફુવારા ને બગીચો છે જેમાં સુંદર રંગબિરંગી ફૂલો થી સજાવટ કરી હતી.
અમારા GPS (ગ્લોબલ પોસીસનીંગ સીસ્ટમ ) ની મદદ થી રિસોર્ટ પહોંચ્યા ને ચેક ઇન કરી ને રાત નાં ૧૦.૦૦ વાગ્યે એપાર્ટમેન્ટ પર પહોંચ્યા . રિસોર્ટ અફલાતુન હતો . પેહલે માળે અમારો એપાર્ટreમેન્ટ હતો જેમાં એક મોટો બેડ રૂમ એક નાનો બેડ રૂમ , એક ફુલ્લ ફલેજડ કિચન હતું જેમાં ફ્રીઝ ,માઈક્રોવેવ ,ઓવન વોશર ડ્રાયર ડીશ વોશર કબાટો ડાઈનીંગ ટેબલ ,સોફા, ખુરશીઓ ,૩ ટીવી ૩ બેડ ,કોમ્પુટર બધા જ વાસણો બાથ ટુબ ,ઝાકુઝી વગરે હતું. ચી. સ્નેહલ ને નીપા તરત જ ગ્રોસરી કરવા નીકળી પડ્યા કારણ કે સવાર ની ચા થી માંડી ને બ્રેક ફાસ્ટ લંચ નાસ્તો વગરે ની જરૂર હતી બહાર નું ફાવે પણ નહિ ને પોષાય પણ નહિ . તેઓ દૂધ ,દહીં, બ્રેડ બટર ચીઝ બીસ્કીટો જામ પીનટ બટર જ્યુસ ટામેટા કાકડી , ટ્રેઈલ મિક્ષ જેમાં કાજુ, બદામ દ્રાક્ષ સિંગ દાના વગરે હોય તે ઉપરાંત ડીશો ગ્લાસ ચમચીઓ જેવું કેટલુંય લઈ આવ્યા.
niranjan buch


Trip- Waterfalls‏


During long week end holiday of memorial day observed in the memories of > world war heroes, we pllaned to visit some of the water falls of northern > california.Nimish accessed some of these through internet and planned > accordingly and booked Motel Best Western at Reding city.> > We have to make a lot of preparation for any such trip, as we have to make > long drive and need all the facilites, so as not to get troubled due to non > availability of any thing.We gathered food like pettis for veg burger and > buns,khakhra, fruits, drinks, sweets, sitting chadars, camping gas, camera , > cam corder,tip top car maitenance,goggles, caps, sweaters etc etc.,> > We started at around 9.00 am for a drive of 200 miles ( 380km) from > Livermore to Oroville, to visit some of the waterfalls. We took a break near > Benecia bridge, took Blue berry and mocha coffee from Jack in the box, > moved forward at an cruising speed of 80 mps (130 kmph) and reached Orovile > at around 1.30,entered a reserve forest lodge, took map and as parking was > full we went to another forest visitor centre,from where we had a panaromic > view atop a watch tower of the oroville lake. We had panaromic view of the > lake, since we were hungry, we took a break for lunch and found lunch > table.Here I would like to tell you that in USA wherever we go we definately > get wooden lunch table with attached benches, so that people can eat food at > ease and there will definately be garbage bin to dump your garbages and > strictly no littering. We tried to light the gas burner,but in built > lighter was not working and we had no match box, so we ate cold sandwiches, > juices, our sweets, etc. We thereafter took a road towards Oroville village > and dam seen from the watch tower, found the way to dam.It was a decent > scenic place.Here we got a phone call from snehal, who at that time was > with Nipa, anvay and dhrut in philadelphia state visitng some Seasame street > park and enjoying water rides.We thereafter boarded the car and took a > round on the dam. Surprisingly huge dam and other deep crevice side of the > dam was just guaded with some loose open chain links, which was very very > dangerous to walk around though some people were does walking on the dam > site. We thereafter took directions from the local stores and went near one > water fall where people were sitting, upon asking them they said that it is > around half a mile away, so we started walking towards waterfalls.we did > came across very small water falls , but then going ahead was too dangerous, > as we were onthe upper side the fall and we really wanted to see the fall > then we shuld go the the lower side of the fall. From here TOP we could > only, see the water falling but cold not see the fall itself. we then > returned and took a say around 80 miles distance from Oroville to Redinngs > driving and reached Redinng at around 20.00hrs, checked in Best Western > motel, ordered pizzas from Dominos, ate it fully and went to bed early.> > Next morning we got up early although we were very tired due to long > drive,still however we woke up say at aound 7.00, am got coffe made from > coffee maker.Our room had fridge,iron and iron board, Tv,phone, two double > queen size bed attached toilet. After getting ready by 8.00am we went for > an break fast, where we had coffee, tea,donuts, toast, butter, jam, > fruits,milk, cerelas juices,etc.After heavy break fast we took off to visit > another waterfalls, but , motel fellow, a punjabi, asked us to visit first > to turtle bay park and Sun dial bridge in the Redinng city itself, so we > went their.Thoughwe could not visit inside the trutle bay park, as it needed > full day, we went ahead and came near the Sun dial bridge. Sorrounding and > sceninc beauty of the area was beyond description. We were dumb founded, to > have a look at the bridge and huge Sacramento river in the beackground of > the high hills,green top jungel with snow cap mountains, gave me a > reminiscences of film Bridge on the River Kwai. Sun dial bridge's floor is > laid with of GLASS and with sun dial column above on one corner with wires > drawn like ship and the lights underneath that illuminates at night makes > the bridge wonderful sight to visit and see. We moved a lot around this > beautiful place and bid farwell , moved forward towards water falls. We > came to whiskey town lake's vista point. Here too beautiful scenic view > was visible.Down under sprawling huge lake was visible with sorrounding > mountains and as many boats plying, making a picturesque painting like > scene.> > Here Nimish enquired with the visitor centre and took directions for the > waterfalls. we accrodingly reached a parking place near a waterfall. Took > out all the stuff, loaded on the Lipi's stroller and came near the > waterfalls ,walking for around half a mile in dirt,kapachi road.> > This was huge waterfall, with tons of white water falling from the height of > 40-50 feet making huge noise and going down under, turning into fast river > vanishing into the thick bushes. we sat their for some time and first > decided to take lunch. Nimish assembled the camping gas and cooked buns and > vegi pattis, as also rotli, batata nu shak . We ate all this with > juice,sweets,. After taking hefty meal, we went down near the water fall, > sat their for 1 hr, deeped our feet and hand, and played with water (no > further than that,as water was freezing cold) came out of the gorge ,went > further up, to do the rock climbing , but could not muster courage to go > further,so came back, reached near the car.> > We again started to visit another waterfall which was on some height. we > went through visitor centre and reached a beach resort, took dirt roads > towards water fall, but road seemed too long and that if tyre gets punctured > in the evening and if we are are stranded then in this cold weather it was > difficult to stay with Lipi, so ultimately we decided to return, came down > the hill ,sat near the water stream, made tea and coffee with camp gas, Lipi > and all played with water, and then started our journey back to our den > that is to Livermore. It was a drive of around 5 hrs. we came back home, > made masala vegetable khichadi and went to bed early.> > We had an excellent time in those 2 days. especially at 2 waterfalls and > at sun dial bridge.> > niranjan buch ni yaad