Our Orlando trip -1
ઘણા વર્ષો થી મને ઇચ્છા હતી કે ઓરલાન્ડો ફ્લોરીડા ની એક ટ્રીપ થઇ જાય તો મજ્જા પડી જાય .આમ તો અમેરિકા માં બધુજ જેવું કે ન્યુ યોર્ક નું ,વર્લ્ડ ટ્રેડ સેન્ટર ,લીબર્ટી સ્ટેચ્યુ ,એપાયર સ્ટેટ બિલ્ડીંગ , નાયગ્રા ,લાસ વેગાસ ડીઝની લેન્ડ , યુનિવર્સલ સ્ટુડીઓ સાન ફ્રાન્સીસ્કો નો ગોલ્ડન ગેટ ,કેબલ કાર ટ્રામ જોવાઈ ગયું છે એટલે ઓરલાન્ડો સિવાય કઈ બાકી રહેતું નહોતું . ઓરલાન્ડો દુનિયા નાં પ્રવાસી ઓ માટે નું એક મહત્વ નું મનોરંજન કેન્દ્ર છે અને અહી દર વર્ષે લગભગ ૬ કરોડ પ્રવાસી ઓ થીમ પાર્ક ની મુલાકાત લે છે . ઓરલાન્ડો ની વસ્તી ૨,૮૫,૦૦૦ ની છે ને તેની સામે ૬ કરોડ લોકો આવતા હોવા થી ખુબ જ ગણી બધી હોટેલો ને રિસોર્ટ થયા છે . જ્યાં જુવો ત્યાં હોટેલો ને રિસોર્ટ જ દેખાય ને એણે કારણે ફૂડ ઇનડસટ્રીસ પણ ખુબ જ વિકાસ પામી છે .અહી ડીઝની નાં ૯ પાર્ક કે રિસોર્ટ છે જ્યારે યુનિવર્સલ નાં ૩ ને સી વર્લ્ડ નાં પણ ૩ પાર્ક છે. જેવા કે
૧. મેજિક કિંગડમ ૨. એપકોટ સેન્ટર ૩. ડીઝની હોલીવુડ ૪. એનિમલ કીગ્ડમ ૫. બ્લીઝ્ઝાર્દ બીચ ૬. તાઈફૂન લગુન ૭. ડાઉન ટાઉન ડીઝની ૮. ડીઝની બ્રોડ વોક ૯. ડીઝની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ
યુનિવર્સલ સ્ટુડીઓ નાં ૧ યુનિવર્સલ સ્ટુડીઓ ૨. આઈ લેન્ડ ઓફ અડ્વેનચર ૩. વેટ એન્ડ વાઈલ્ડ
જ્યારે સી વર્લ્ડ નાં : ૧. સી વર્લ્ડ ૨. ડીસ્કવરી કોવ ૩. એક્વાટીક્કા
અહી ની આબોહવા સમ્શીતોષ્ણ હોવા થી આખું વર્ષ પ્રવાસી ઓ માટે અનુકુળ રહે છે ને તે થી કરોડો લોકો અહી વેકેસન ગાળવા આવ
છે.અમારું અચાનક જ જાવા નું નક્કી થતા બધા જ તૈયારી માં ગૂંથાઈ ગયા . ગુજરાતી ઓ ને મોટી મુશ્કેલી ફૂડ ની પડે આપણે વેજીટેરિયન
ને ફૂડ માંડ મળે ને ઇન્ડિયન રેસ્ટોરાં બીજા નાં પ્રમાણ માં મોંઘા પડે ને ફૂડ ની ક્વોલીટી ને ક્વોન્ટીટી તથા સર્વિસ ખરાબ હોવા થી ભૂખ્યા બહાર આવવું પડે ને મુડ બગડે આના ઉપાય તરીકે આપણી ગુજરાતી રીત પ્રમાણે ઘેર થી જ બટાટા નું શુકું શાક, ખારી પૂરી, ખારા મોળા થેપલા , ગોળ પાપડી વગરે ઘેર થી જ લઇ જાવા નું નક્કી કર્યું .
ક્રિસમસ સીઝન હોવા થી પ્લેન , હોટેલ ને રિસોર્ટ નાં ભાવ વધારે હોવા થી થોડા મોડા જાવા નું નક્કી કર્યું ને તે થી તા.૩૧.૧૨.૨૦૦૯ ની ટીકીટ વ્યાજબી ભાવ માં મળતી હોવા થી ને વળતી ટ્રીપ ની તા. ૬.૧.૨૦૧૦ ની નક્કી કરી ને તે પ્રમાણે લીધી.અહી બધું જ ઈન્ટરનેટ થી જ થતું હોવા થી પ્લેન,હોટેલ રિસોર્ટ, રેન્ટલ કાર પાર્કિંગ વગરે નું રીઝાર્વેસન કરાવી લીધું ને બધા થીમ પાર્ક વગરે માટે ઢગલા બંધ ફોનો કરવા પરવા પડ્યા . તા. ૩૧ થી તા. ૫ સુધી નું કેલીપ્સો કે (calipso cay ) નામ નાં રિસોર્ટ નું તથા તા.૬ નું હોટેલ મેરીઓટ નું બુકિંગ કરાવી લીધું. તા. ૩૦ .૧૨ ની સવાર થી થેપલા પૂરી શાક ,ગોળ પાપડી વગરે બનાવવા નું ચાલુ થઈગયું.સામાન પણ બધો ભેગો કવા માંડ્યા ૩૧ મી ની બપોર નાં ૩.૦૦ વાગ્યા ની ફ્લાઈટ હતી અમે બપોર નાં ૧૨ વાગ્યે નીકળ્યા ત્યારે સાધારણ સ્નો પડવા નો ચાલુ થઇ ગયો હતો પણ અમે સમય સર એરપોર્ટ પહોંચી ગયા . સામાન કોઈ ચેક ઇન કરાવવા નો નહોતો તેથી ઘેર થી જ બોર્ડીંગ પાસ લઇ ને નીકળ્યા હતા ને સીટ નંબર પણ નક્કી જ હતા .બધા રીઝર્વેસન નાં પ્રિન્ટ આઉટ લઇ લીધા હતા .એક અઠવાડિયા માટે હોન્ડા વાન લોગાન એરપોર્ટ પર પાર્ક કરવા ની હતી તે થી સ્નેહલ તે પાર્ક કરવા ગયો .અમને તા. ૩૦.૧૨ નું પ્લેન નું બુકિંગ મળતું હતું પણ થોડી ચર્ચા કરવા માં ટાઈમ નીકળી જતા ડીલ જતી રહી પણ જે થાય તે સારા માટે કારણકે જો અમે ૩૦.૧૨ ની ટીકીટ લીધી હોત તો અમે ૩૧.૧૨ નાં ડીઝની મેજિક કિંગડમ ગયા હોત ને તો બહુજ હેરાન થાત કારણકે તે દિવસે એટલો ધસારો હતો કે ડીઝની પાર્ક બંધ કરી દેવો પડ્યો હતો લોકો ને ચાલવા ની જગ્યા નહોતી ને એટલે લોકો ને એપકોટ સેન્ટર મોકલ્યા હતા ને ત્યાં પણ એટલી ગીર્દી થઇ ગયી હતી કે એક એક રાઈડ માં ૫ ૫ કલાક નું વેઈટીંગ હતું . આમાં સમય લાઈન માજ પસાર થઇ જાય ને દિવસ પૂરો થઇ જાય .એટલે જે થયું તે સારું જ થયું.
સ્નો ને કારણે પ્લેન એક કલાક લેટ હતું કારણ કે રનવે પર થી સ્નો હટાવવા નો હતો તથા પ્લેન પર જે સ્નો પડ્યો હોય ને માઈનસ ડીગ્રી માં સ્નો જામી જાય તે જો નાં હટાવે તો પ્લેન ને મુશ્કેલી પડે તે થી તેને ખાસ મશીન થી કેમિકલ સ્પ્રે કરી ને de -icing કરવું પડે .આ પ્રક્રિયા પૂરી થયા પછી અમે ઉપડ્યા ને રાત નાં ૮.૦૦ વાગ્યે ઓરલાન્ડો પહોંચ્યા .ઓરલાન્ડો એરપોર્ટ એકદમ મોડર્ન છે .દર વર્ષે ૬ કરોડ લોકો આવતા હોવા થી ખુબ જ અદ્યતન બનાવ્યું છે જેમાં ૨ શટલ ટ્રેનો ઉપરાંત ૫ માળ ની ૫ સ્ટાર હયાત હોટેલ પણ છે જે એક મોટા ચોક માં ઉપર કાચ નાં ગુંબજ નીચે ચારે બાજુ ફરતી ફોયર વાળી છે જેમાં નીચે મોટા ફુવારા ને બગીચો છે જેમાં સુંદર રંગબિરંગી ફૂલો થી સજાવટ કરી હતી.
અમારા GPS (ગ્લોબલ પોસીસનીંગ સીસ્ટમ ) ની મદદ થી રિસોર્ટ પહોંચ્યા ને ચેક ઇન કરી ને રાત નાં ૧૦.૦૦ વાગ્યે એપાર્ટમેન્ટ પર પહોંચ્યા . રિસોર્ટ અફલાતુન હતો . પેહલે માળે અમારો એપાર્ટreમેન્ટ હતો જેમાં એક મોટો બેડ રૂમ એક નાનો બેડ રૂમ , એક ફુલ્લ ફલેજડ કિચન હતું જેમાં ફ્રીઝ ,માઈક્રોવેવ ,ઓવન વોશર ડ્રાયર ડીશ વોશર કબાટો ડાઈનીંગ ટેબલ ,સોફા, ખુરશીઓ ,૩ ટીવી ૩ બેડ ,કોમ્પુટર બધા જ વાસણો બાથ ટુબ ,ઝાકુઝી વગરે હતું. ચી. સ્નેહલ ને નીપા તરત જ ગ્રોસરી કરવા નીકળી પડ્યા કારણ કે સવાર ની ચા થી માંડી ને બ્રેક ફાસ્ટ લંચ નાસ્તો વગરે ની જરૂર હતી બહાર નું ફાવે પણ નહિ ને પોષાય પણ નહિ . તેઓ દૂધ ,દહીં, બ્રેડ બટર ચીઝ બીસ્કીટો જામ પીનટ બટર જ્યુસ ટામેટા કાકડી , ટ્રેઈલ મિક્ષ જેમાં કાજુ, બદામ દ્રાક્ષ સિંગ દાના વગરે હોય તે ઉપરાંત ડીશો ગ્લાસ ચમચીઓ જેવું કેટલુંય લઈ આવ્યા.
niranjan buch
No comments:
Post a Comment