Our Orlando Trip - 3
તા. ૨.૧.૨૦૧૦ શનીવાર :
રાત નાં ૧.૦૦ વાગ્યે સુતા હોવા થી ને ખુબ જ થાક્યા હોવા થી પથારી માં પડતા વેત લાકડા જેવા સુઈ ગયા ને સવારે કોઈ નાં થી ઉઠાય એમ જ નહોતું .એટલે અમે પેહલે થી જ બ્રેક લેવા નું નક્કી કરી લીધું હતું . આથી આમે મોડા ઉઠ્યા ને નિરાંતે બ્રેકફાસ્ટ કર્યો ને પછી અન્વય ને ધૃત જેના ખુબ જ ચાહક છે તે સ્વીમીંગ કરવા જાવા નું નક્કી કર્યું. રિસોર્ટ માં ૩ સ્વીમીંગ પુલ હતા ને તેમાં એક હીટેડ હતો કે જેમાં આર્ટિફીસીઅલ બીચ પણ બનાવ્યો હતો ને વોટર સ્લાઈડ પણ હતી તેથી તેમાં ગયા .અન્વય ને ધૃત લગભગ ૩ કલાક સુધી ધમાલ કરતા રહ્યા ને ૨.૦૦ વાગ્યે બહાર આવ્યા પછી અમે એપાર્ટમેન્ટ પર જમવા ગયા . સ્નેહલ ને નીપા રિસોર્ટ ની ડીલ માટે પ્રેસનટેસન સાંભળવા ગયા હતા તેઓ પણ આવી ગયા . ટાઈમ શેર રિસોર્ટ એક ખરું તુત છે . આમાં એપાર્ટમેન્ટ લેવો એટલે પાકું છેતરાવા જેવું છે. $ ૨૫૦૦૦ માં ૨ બેડ રૂમ નો એપાર્ટ મેન્ટ તમને વર્ષ માં એક કે બે અઠવાડિયા માટે આપે એટલે કે તેઓ આ એપાર્ટ મેન્ટ બીજી ૨૫ વ્યક્તિ ઓ ને વેચી ને તેમની પાસે થી પણ $ ૨૫,૦૦૦ લે એટલે કુલ્લે $ ૬,૨૫,૦૦૦ ભેગા કરે જ્યારે આવા એપાર્ટ મેન્ટ ની કિંમત અહી વધારે માં વધારે $ ૨,૦૦,૦૦૦ ગણાય . આમ આ લોકો ૩૦૦% નફો કરે ને તે ઉપરાંત દર વર્ષે મૈનટેનન્સ નાં $ ૫૦૦ આપવા નાં જુદા .આટલું આપ્યા છતાં એપાર્ટ મેન્ટ તો તમારો તો નહિ જ ને દર વર્ષે તમારે ક્યારે આવવું તે તે લોકો નક્કી કરે.
સ્નેહલ ને તથા મને પણ સ્વીમીંગ કરવા ની ઈચ્છા તો હતી જ તેથી અમે પાછા પુલ પર ઉપડ્યા ને લગભગ બીજા ૨ કલાક તર્યા. મોડી સાંજે અમે બહાર જમવા ઉપડ્યા ને પહેલા ડીઝની ડાઉન ટાઉન ગયા જે ડીઝની એ એક જબ્બર મોલ બનાવ્યો છે ત્યાં ફર્યા ને પછી એક ઇટાલિયન રેસ્ટોરાં માં સરસ પેટ ભરી ને જમ્યા.
અહી થોડીક આડ વાત કહી દઉં કે અમે જ્યાં પણ જઈ એ ત્યાં અન્વય ને ધુત ને ખુબ જ ગમતી દેશી રમતો જેવી કે આંધળો પાટો ,થપ્પો કેપ્ટન કેપ્ટન ને ધમાલ ધોકો જરૂર રમીએ.અહી કાલીપ્સો કે રિસોર્ટ માં પણ અમે બરાબર રમ્યા .
એક બીજી ગર્વ ની વાત ભૂલી જાઉં તે પેહલા કહી દઉં કે આ પછી નાં બંને પાર્ક ડીઝની હોલીવુડ સ્ટુડીઓ માં ને સી વર્લ્ડ માં અમે જય હો સાંભળ્યું જેને શો માં ઈંગ્લીશ ટયુન માં સમાવી લીધું હતું.વિગત પછી.
અહી વ્હીલ ચેર વાલા ને ખુબ જ માન ને મહત્વ આપે છે .ડીઝની કિંગડમ માં તો અમને દરેક જગ્યા એ પ્રાયોરીટી મળતી હતી નેતેને કારણે લાંબી લાઈન માં પણ આગળ જગ્યા મળતી હતી ને સમય પણ બચતો હતો જ્યારે ડીઝની હોલીવુડ સ્ટુડીઓ માં એટલી તો પ્રાયોરીટી નહોતી મળી પણ ખાસ જગ્યા તો મળતી જ
તા.૩.૧.૨૦૧૦ રવિવાર :
અમે એજ રીતે સવાર નાં વેહલા ઉઠી ગયા ને બ્રેકફાસ્ટ કરી ને નાહી ને તૈયાર થઇ ને ડીઝની હોલીવુડ સ્ટુડીઓ જવા નીકળી ગયા . આ પાર્ક રાત નાં ૮.૦૦ વાગ્યે બંધ થતો હોવા થી સમય નો બરાબર ઉપયોગ કરવા નો હતો .એજ પ્રમાણે અમારી ટીકીટ ચેક કરી અમારી ફિંગર પ્રિન્ટ લઇ અમને અંદર જવા દીધા .તરલા ને માટે વ્હીલ ચેર લેવા ની હતી ને એને પગ ની તકલીફ હોવા થી અમે વિન્નંતી કરવા થી અમને ગેટ થી એકદમ જ નજીક ડિસેબલ પાર્કિંગ આપ્યું (અહી ડિસેબલ વ્યક્તિ માટે આખા અમેરિકા માં ખાસ એકદમ નજીક પાર્કિંગ રીઝવર્ડ હોય છે ત્યાં બીજું કોઈ પાર્કિંગ નાં કરી શકે ) અમે વ્હીલ ચેર લઇ લીધી ને મેઈન સ્ટ્રીટ માં પ્રવેશ્યા . અહી પણ માહોલ એકદમ આનંદ ને ઉત્સાહ નો હતો .લોકો હજી ક્રિસમસ નાં મુડ માં હતા ને રજા ની ભરપુર મજા માણવા માગતા હતા .સવાર થી જ એકદમ ભીડ લાગી ગયી હતી . જોકે ઠંડી ખુબ જ હતી .ઓરલાન્ડો માં છેલ્લા ૨૦ વર્ષ માં નાં પડી હોય એવી ઠંડી પડતી હતી.સદનસીબે અમે બોસ્ટોન જેવા ઠંડા વિસ્તાર માં થી આવતા હતા તેથી અમારી પાસે જાડા જેકેટ ,વાંદરા ટોપી ,હાથ મોંજા વગરે હતા નહીતર તો જેની પાસે ના હોય એની તો દશા જ બેસી જાય અમારે પણ છોકરાઓ માટે તાત્કાલિક જાડા લાંબી બાય નાં સ્વેટ શર્ટ લેવા પડ્યા. હોલીવુડ સ્ટુડીઓ ખાસ તો ફિલ્મ નું શુટિંગ કેવી રીતે થાય છે ને કઈ ફિલ્મ કેવી રીતે બની હતી તેનો ખ્યાલ આપે છે . ને અમુક જૂની ફિલ્મો જેમાં ઘણી બધી ટ્રિકો હતી તે પણ બતાવે છે.અ હી આ નીચે નાં બધા શો જોયા .
૧. અ હેટ ૨. હની આઈ શ્રન્ક ધ કિડ્સ ૩. indianaa જોન્સ ૪. સ્ટાર વોર્સ ૫. જર્ની ઇન ટુ નાર્નિયા ૬. એક્ષટ્રિમ કાર સ્ટંટ ૭.પ્લેહાઉસ ડીઝની ૮. રોક એન રોલ કોસ્ટર ૯. સ્ટુડીઓ બેક લોટ ટુર ૧૦. અમેરીકન આઇડોલ સ્ટુડીઓ ૧૧. ટાવર ઓફ ટેરર ૧૨. ટોય સ્ટોરી મેનિયા ૧૩. લીટલ મરમેઈડ ૧૪. વોલ્ટર ડીઝની વન મેન્સ ડ્રીમ ૧૫. ફેન્ટાસમિક
હની આઈ કિડ્સ તો જેમણે જોઈ હશે એને ખબર જ હશે કે એક પ્રોફેસર વિજ્ઞાન નાં પ્રયોગ કરતો હતો ત્યારે એના મશીન થી એનો દીકરો સાવ કીડી જેવડો થઇ ગયો ને પછી એને કેમ શોધે છે તે છે આમાં પણ ૩ - D ટેકનીક નો બહુજ સારો ઉપયોગ કર્યો છે ને કુતરો પાણી વાળું માથું હલાવે ત્યારે આપણ ને પણ પાણી ઉડે છે. જ્યારે ઈન્ડીઆના જોન્સ માં તો જબ્બર મોટા સ્ટેજ પર ઇન્ડિઆના જોન્સ સ્ટંટ કરે છે પછી એ આખું સ્ટેજ ખસી જાય છે ને બીજા સ્ટંટ આવે છે જેમાં પ્લેન ઉપર ફાઈટ ને ટ્રક માં આગ લાગે છે પછી વિલન ૩જા માળે થી જંપ મારે છે વગરે જોવા ની મજા આવે છે . સ્ટાર વોર્સ માં જેડાઈ લડે છે એની સ્ટોરી બતાવી ને બેક લોટ ટુર માં જંગલ માં શિકારી ઓ જતા હોય છે ત્યારે તેમના ઉપર આદિવાસી ઓ હુમલો કરે છે પછી એમની ટ્રક ને આગ લાગે છે ને પછી પાણી નો બંધ -ડેમ તૂટે છે તે આબેહુબ બતાવ્યું .પાણી નો બંધ તૂટે છે તે તો એટલું સરસ હતું કે અમે પીપલ મુવર માં બેઠા હતા તેમને બધા ને એમ જ થઇ ગયું કે હમણાં પાણી આપણા ઉપર જ આવશે ને બધા ની રાડ ફાટી ગયી પણ પાણી નજીક આવી ને પાસે નાં નાળાં માં ચાલ્યું ગયું .એવા જ બીજા શો માં આગ ની કરામત હતી જેમાં પાણી ની વચ્ચે બોટ હોય છે જેમાં આગ લાગે છે ને તેને કેમ બચાવે છે એ બતાવ્યું .આ બધી જ સ્ટુડીઓ ની કરામત જ હતી ટોય સ્ટોરી મેનિયા માં પણ એક નાની ટ્રોલી જેવી કાર પાટા ઉપર ચાલતી હોય ને પછી આપણા હાથ નાં વ્હીલ થી ગોળ ગોળ ફરે ને કાચ માના ટાર્ગેટ ને શૂટ કરવા નું .આ એક બહુજ જ પોપ્યુલર રાઈડ છે ને ૯૦ મિનીટ લાઈન માં ઉભા પછી અમારો વારો આવ્યો . જોકે મજા બહુજ આવી એટલે મેહનત સફળ થઇ ગણાય .
સાંજ ના ૪.૦૦ વાગ્યા હતા ને ભૂખ ખુબ જ લાગી હતી પણ અમને જમવા નો સમય જ નહોતો મળ્યો એટલે પછી નાં ખુબ જ રોમાંચક શો કાર સ્ટંટ નો સમય થતા અમે તેના સ્ટંટ શો માટે નાં મોટા લગભગ ૧૫,૦૦૦ માણસો ને સમાવતા સ્ટેડીઅમ માં પહોંચ્યા. ઠડી સખત હતી તેથી સ્નેહલ કાર માંથી વધારાના જેકેટ લેવા ગયો ને અમે ઉપર જઈ ને સેન્ડવિચ બનાવી ને સ્નેહલ આવતા જ તૂટી પડ્યા કાર સ્ટંટ તો ખરે ખર અફલાતુન હતું .જેમાં ૪ કાર ફુલ્લ સ્પીડ માં સામ સામે આવે ને એકદમ પાસે થી પાછી ફરે આપણે ને એમ જ થાય કે હમણાં બધી કાર અથડાઈ પડશે . એજ રીતે ૩-૪ કાર જંપ મારે પેહલે માળે થી જંપ મારી ને ઉતરે ટ્રક ઉપર થી જંપ મારે આગ માંથી જંપ મારે ને છેલ્લે ૩ કાર ઉંધી ચત્તી ઉપર થી જંપ મારે છે . આમાં આપણે જોઈએ કે ઉંધી કાર કેટલી સરસ રીતે જંપ મારે છે ને આપણે છેતરાઈ જઈએ પણ ખરેખર આમાં ચાલાકી જ હતી કે જે કાર ઉંધી જંપ મારે છે તે ખરેખર તો ચત્તી જ હતી પણ તેનું ઉપર નું બોડી ઊંધું બેસાડેલું હતું એટલે કે એન્જીન ની ઉપર ડેકી નો ભાગ બેસાડેલો હતો . કાર સ્ટંટ નાં સ્ટેડીંઅમ ની બહાર ન્યુયોર્ક ની મેનહટ્ટન સ્ટ્રીટ નો દેખાવ કર્યો હતો . ત્યાં થી ચાલતા ચાલતા અમે બીજા કેરેક્ટર જેની સાથે છોકરાઓ ને ફોટા પડાવવા હતા ત્યાં આવ્યા ને પછી બીજા નાના ૨ શો જોઈ ને ફેન્ટાસ્મિક નાં સ્ટેડીયમ પર પહોંચ્યા .
આ શો ૭.૦૦ વાગ્યા નો હતો ને લોકો નાં ટોળે ટોળા એ સ્ટેડીઅમ બાજુજ જઈ રહ્યા હતા. આ શો દિવસ નો સિરતાજ જેવો પ્રિમીઅર શો હોય છે . સ્ટેડીઅમ ની સામે લેક ની પેલે પાર મોટી ટેકરી ઉપર થી આ શો સારું થવા નો હતો . આ શો નો મુખ્ય હેતુ રાવણ ઉપર રામ નાં વિજય જેવો . આશુરી શક્તિ ઉપર મહા શક્તિ નો વિજય બતાવ્યો છે.એમાં મિકી પેહલા આવે છે ને પછી ડ્રેગન ,પાઈરેટ ,વિલન સાથે લડે છે ને તેમાં ડ્રેગન નીચે થી છેક ઉપર ૩૦ ફૂટ ઉંચો જાય છે પણ મિકી બચી જાય છે ને નીચે લેક પર થી પાઈરેટ્સ હુમલો કરે છે.આમાં નું ઘણું દ્રશ્ય પાણી નાં ફુવારા પર લેસર ટેકનીક થી બતાવે જે નયન મનોહર ને બહુજ સુંદર લાગે છે .પાણી પર જ જુદા જુદા આકાર દ્રશ્યમાન થાય છે ને છેવટે લેક પર હીરો , પરીઓ વગરે બોટ માં ડાંસ કરતા આવે છે ને મિકી નીચે જમીન પર થી ટેકરી ની ટોચ પર પહોંચી જાય છે.ને સુંદર સંગીત થી વાતાવરણ ભરાઈ જાય છે ને આતશબાજી શરુ થાય છે. આમાં એટલો હાઈપ ઉભો કરે છે કે લોકો આનંદ થી તાળીઓ પાડી ને ચીસો પાડી ને વધાવી લે છે. અમે પેહલી વખત ગયા ત્યાર નું આ ફેનટાંસ્મિક નું દ્રશ્ય હજી સુધી ભૂલ્યા નથી ને અમારી બાજુ માં ઉભેલી એક અમેરિકન મહિલા ની આંખ માં તો આંસુ આવી ગયા હતા .
ઠંડી સખત પડતી હતી ને તારલા બેન તો ધ્રુજતા હતા . અન્વય ને સ્ટાર વોર નાં સ્ટોર માંથી ટોય લેવું હતું તેથી તે લોકો એ બાજુ દોડતા ગયા ને અમે એક સ્ટોર માં હીટર નો લાભ લેવા અંદર પેઠા. ૮.૦૦ વાગ્યે અમે બહાર નીકળી ગયા ને કાર પાસે હોવા થી તરત જ કાર ની અંદર ઘૂસી ગયા ને હીટર ચાલુ કરી ને હાશ કરી ને બેઠા. રૂમ પર આવી ને આપણું ફેવરીટ જમી ને આરામ કર્યો . સ્નેહલ નીપા એ કોમ્પ્યુટર પર બીજા દિવસ માટે ની તૈયારી શરુ કરી.
હા એક વાત ભુલાઈ ગયી કે અહી ફેનટાસ્મિક માં જે સંગીત ધમાકેદાર વાગતું હતું તેમાં એ લોકો એ એ . આર રેહમાન નું જય હો ઈંગ્લીશ ટયુન માં સમાવી લીધું હતું ને પ્રેક્ષક લોકો બધા સાથે જ ગાતા તેમાં જય હો પણ ગાતા હતા
niranjan buch
No comments:
Post a Comment