Our Orlando Trip -4 final
તા. ૪.૧.૨૦૧૦ સોમવાર :
અમે ઠંડી માં શખત થાકી ગયા હતા ને ખાસ તો તરલા બેન ને ઠંડી ને કારણે શરદી કે કઈ થઇ નાં જાય એટલે ફરીથી રેસ્ટ લેવા નું નક્કી કર્યું ને તે થી આસપાસ ક્યાંક જવા નું નક્કી કર્યું ને તે થી સ્નેહલ ને નીપા એ કોમ્પ્યુટર પર છોકરાઓ ને ગમે એવી જગ્યા શોધવા માંડી ને પછી વન્ડર વર્કસ (wonderworks .કોમ) ની મુલાકાત લેવા નું નક્કી કર્યું . આ વેબસાઈટ ની મુલાકાત લેવા ની ને મોર પર ક્લિક કરી ને બધા આકર્ષણ જોવા ને સ્ટડી કરવા ખાસ વિન્નંતી છે કારણ કે હવે આપણો દેશ અમેરિકા ની બરોબરી કરવા ને સક્ષમ થયો છે ત્યારે નવી પેઢી માટે વિજ્ઞાન નું જ્ઞાન ને સમજણ ખુબ જ જરૂરી છે .ખાસ તો માઈન્ડ બોલ જોજો . આ જગ્યા ને આકર્ષક બનાવવા માટે આખું બિલ્ડીંગ ઊંધું બાંધ્યું હોય એવું બનાવ્યું છે જેમ કે બારીઓ ,બારણાં ઊંધા ,છત ઉંધી એવું બધું . આ એક મ્યુઝીયમ જેવું છે ને તેમાં નીચે નાં આકર્ષણો હતા .
૧. ધરતી કંપ ૫.૩ સ્કેલ નો અનુભવ (આપણે તો ૭.૩ નો કરી લીધો છે ) ૨. સ્પેસ શટલ ને તમારી જાતે લેન્ડ કરવાનું ૩.લેઝર ટેગ ૪. હરિકેન નો અનુભવ ૫. નૈલ બેડ -ખીલા ની પથારી નો અનુભવ ૬. વર્ચુઅલ બેસ બોલ ૭. માઈન્ડ બોલ ૮. રેઇન ડ્રોપ અગેઈન્સ્ટ ગ્રેવિટી ૯. જેટ પેક ઓન મુન ૧૦. ફાઈટર જેટ નો અનુભવ ૧૧. એસ્ટ્રોનોટ સ્પેસ સ્યુટ ૧૨. બબલ બલ્બ ૧૩. વન્ડર વોલ ૧૪. વન્ડર કોસ્ટર ૧૫. ડેસર્ટ વોર નો અનુભવ. આ ઉપરાંત રાત ના મેંજીક કોમેડી શો હતો જેની સાથે ડીનર પણ હતું .
ધરતી કંપ નો અનુભવ તો આપણે કરવા નો હોય જ નહિ . સ્પેસ શટલ નો અનુભવ છોકરા ઓ એ કર્યો .આમાં એક સીમ્યુંલેટર માં બેસી ને જાણે ખરેખર સ્પેસ માં જાતા હોઈએ એવો અનુભય થયો ને એમાં ખાસ તો નીચે રનવે દેખાય ને આપણા હાથ માં વ્હીલ હોય ને એના થી રનવે ની લેવલ માં લઇ ને લેન્ડ કરવા નું હોય એમાં સ્પીડ ધીમી કરવા ની શટલ ને ઊંચું નીચું લેવલ કરી ને લેન્ડ કરવા નો અનુભવ સારો રહ્યો . લેઝર ટેગ માં આપણ ને એક લેઝર ગન આપે ને એક જેકેટ પેહરાવે જેમાં ઘણી બધી એલીડી હોય ને સામે એજ રીતે બીજા લોકો હોય જેમણે પણ એજ રીતે લેઝર ગન ને જેકેટ પેહર્યાં હોય ને પછી લેઝર થી શૂટ કરવા નાં જો તમે એને શૂટ કરો તો એના જેકેટ પર લાઈટ થાય ને તમારા ગન માં સ્કોર વધે ને સામે ની વ્યક્તિ ની ગન ૫ સેકંડ માટે બંધ થઇ જાય . અત્યાર ની આધુનિક લડાઈ માં આવા ગન વપરાય છે એટલે આ એની ટ્રેઈનીંગ ગણાય. હરિકેન નાં અનુભવ માં તો એક મોટ્ટા ફેન સામે ઉભા રેહવા થી હવા નો જબ્બર ધક્કો લાગે . ખીલા ની પથારી માં તો આપણ ને કાણા વાલા જાડા સખત પ્લાસ્ટિક પર સુવડાવે ને પછી નીચે થી ખીલા વાળી પથારી ઉપર આવે ને ધીમેક થી આપણ ને ઉઠાવે . આમાં એક ખીલા પર હાથ રાખવા થી ખીલો વાગે પણ ઘણા બધા ખીલા ને કારણે ખીલા વાગે નહિ . વર્ચ્યુઅલ બેસ બોલ તો એક કોમ્પ્યુટર ગેમ જેવું લાગે. માઈન્ડ બોલ એક સરસ પ્રયોગ હતો .એક ટેબલ પર બે વ્યક્તિ ને સામ સામે બેસાડે .ટેબલ પર પ્લાસ્ટિક ની ટ્યુબ નીચે એક બોલ હોય ને તમને બંને ને એક હેડ ફોન જેવું પેહરાવે જેમાં થી મેગ્નેટિક બ્રેઈન વેવ નીકળે ને એ બોલ ને ખસેડે .આમાં જે નાં બ્રેઈન વેવ પાવરફુલ હોય તે સામે ની વ્યક્તિ તરફ થી પોતાની તરફ બોલ ખસેડી શકે . રેઇન ડ્રોપ ડીફાઈંગ ગ્રેવિટી માં તો એક ચતુરાઈ હતી ને સ્ટ્રોબ લાઈટ થી એવો આભાસ ઉભો કર્યો હતો કે પાણી ઉપર થી પડી ને પાછું જાય છે.(આપણે ઘણી વાર પંખો ફરતો જોઈએ ત્યારે ઉન્ધો ફરતો લાગે છે એમજ ) જેટ પેક મુન માં મુન ઉપર ચાલતા હો તો કેવો અનુભવ થાય એવો અનુભવ કરાવ્યો ફાઈટર જેટ માં એજ રીતે સીમ્યુંલેટર માંથી જેટ ની સફર નો અનુભવ કર્યો . બાકી નાં અનુભવ સામાન્ય રહ્યા .બબલ બલ્બ માં તો સાબુ નાં ફીણ નો મોટો ફુગ્ગો બને ને તેની અંદર આપણે ઉભા રહીએ .
રાત ના મેંજીક કોમેડી શો માં જાદુ નાં પ્રયોગ કર્યા ને સાથે સાથે ડીનર પણ સર્વ કર્યું .
તા. ૫.૧.૨૦૧૦ મંગળવાર
અમારે મંગળવાર સવાર નાં રિસોર્ટ ખાલી કરવા નો હતો તે થી કેલીપ્સો કે પેહલા ખાલી કરી ને અમે હોટેલ મેરીઓટ ગયા જ્યાં પેહલે થી રીઝરવેશન કરાવી રાખ્યું હતું ત્યાં સામાન ખડકી ને તરત જ સી વર્લ્ડ જવા નીકળી ગયા
સી વર્લ્ડ માં પ્રાણી ઓ એ કામ કરવા નું હોવા થી સાંજ નાં ૬.૦૦ વાગ્યે પાર્ક બંધ થઇ જાય છે એટલે અમારે ઝડપ થી બધા શો પતાવવા નાં હતા . જોકે અહી સ્કેરી રાઈડ જેવી કે ક્રેકન વાઈલ્ડ આર્કટીક રાઈડ, હેપ્પી હાર્બર રાઈડ રોલર કોસ્ટર ની સ્કેરી હોય છે એટલે એનો લાભ લેવા નો તો પ્રશ્ન જ નહોતો . અમે દાખલ થઇ ને પેહલા શામુ ધ કીલર વ્હેલ સાથે ફોટો પડાવ્યો (માણસ વ્હેલ નો ડ્રેસ્સ પહેરી ને ઉભો હોય ) ને પછી શાર્ક એનકાઉનટર ડોલ્ફિન કોવ વગરે જોવા ગયા ને પછી તરત જ ડોલ્ફિન શો સારું થતો હતો એટલે તેના સ્ટેડીઅમ માં દાખલ થયા .આ બધા શો માટે ખાસ મોટા મોટા સ્ટેડીઅમ બનાંવેલા હોય છે જેમાં એકી સાથે ૫૦૦૦ થી ૧૦૦૦૦ માણસો બેસી શકે છે .આ બધા શો દિવસ માં બે જ વખત હોય છે એટલે એનો સમય બરાબર ધ્યાન રાખી ને પહોંચી જાવું પડે . આ બ્લુ હોરાઈઝોન ડોલ્ફિન શો માં થોડાક સર્કસ નાં દાવ પણ સામેલ કરી દીધા હતા જેમાં ડોલ્ફિન જંપ મારે માણસ ને લઇ ને , પાણી ની અંદર થી બહાર જંપ મારે ત્યારે માણસ ડોલ્ફિન નાં નાક ઉપર ઉભો હોય આ સાથે જ એક્રોબેટ સ્ત્રી ને પુરુષો ઉપર નીચે જંપ મારે પાણી ઉપર લટકે ને એક્રોબેટીક દાવ કરે ને એની સાથે જ મોટા ઈગલ ને બીજા પક્ષીઓ પણ લોકો ઉપર ચક્કર મારે . દ્રશ્ય બહુજ રળિયામણું કલરફૂલ બનાવ્યું હતું .
આ પછી ઓટ્ટેર શો હતો જેમાં પાઈરેટ્સ જહાજ ને ઉપાડી જાય છે ને ઓટ્ટેર મજા નું તોફાન કરે છે .આમાં કોમેડી ઘણી હતી .છોકરાઓ ને તો એટલી મજા પડી કે સાંજ નાં બીજી વાર એ શો જોવા ગયા . જર્ની ટુ એટલાન્ટીસ માં પાણી માં ઉપર થી બોટ પડે છે તે સ્કેરી હતી ને અમે નાં બેઠા . પછી પાછા એક્વેરિયમ માં ગયા ને રંગ રંગીન માછલીઓ પ્રાણીઓ ને દરિયાઈ જળચર જીવો જોયા . પેન્ગ્વીન એક્ષ્પિરિઅન્સ માં પેન્ગ્વીન ને જોવા ની મજા પડી . પછી અમે દિવસ નો ખાસ શો શામુ ધ કીલર વ્હેલ નો શો જોવા ગયા .આ શો પણ અમને બધા ને એટલો બધો ગમ્યો કે સાંજ નાં ફરી થી જોવા ગયા .
આમાં શામુ ધ કીલર વ્હેલ નાં અફલાતુન ખેલ જોયા .શામુ ને બીજી વ્હેલ જંપ મારે એ જોઈ ને તો આફરીન બોલી જવાય .પાણી ની અંદર થી અચાનક બહાર ૩૦ ફૂટ ઉંચો જંપ મારે ત્યારે આપણે ચમકી જ જઈએ . આજ રીતે અનેક જાત નાં ખેલ કરે ત્યારે આપણ ને થાય કે આ પ્રાણી ને કેમ ટ્રેઈન કરેલ હશે . લોકો ને હસાવવા ને પજવવા વ્હેલ પોતાની પૂંછડી થી પાણી ઉડાડે ત્યારે લોકો ની ભાગાભાગી જોઈ ને બધા ખુબ હસી પડે . આ શો ને આકર્ષક બનાવવા ટીવી નાં ૪૦ ફૂટ લાંબા ને ૨૫ ફૂટ પહોળા એવા ૪ સ્ક્રીન લગાવ્યા હતા જે પાછ્છા છુટા થાય ને ભેગા થાય ને ઉભા થાય ને આડા પણ થઇ ને લાંબી પટ્ટી જેવો સ્ક્રીન બની જાય ને આ સાથે બધા કલાકારો આપણી વચ્ચે આવી જાય ને બધા ની સાથે હાથ મિલાવી ને તાળીઓ પાડી ને સ્ટેડીઅમ ને ગજાવી દે ને સાથે જોરદાર સંગીત થી શામુ શામુ નો નાદ ગજાવી દે ને સાથે આપણા માટે ગર્વ ની વાત એ છે કે આ સંગીત માં પણ જય હો જય હો નું ટયુન સમાવી લીધું હતું .આ ખુબ જ યાદગાર શો પૂરો કરી ને અમે બહાર નીકળ્યા ને ભૂખ લાગવા થી એક જગ્યા એ બેસી ને પેક લંચ ખાધું .
આ પછી ચાલતા ચાલતા બીજા દરિયાઈ પ્રાણી ઓ નાં શો જોવા ગયા જેને આપણે ઓળખતા પણ નથી જેવા કે MANTAA
સી હોર્સ ,વગરે . પછી અમે પેટ્સ અહોય માં ગયા જેમાં ઢગલે બંધ કુતરા ,બિલાડી , વાંદરા, ખિસકોલી નાં શો જોયો ને બધા ને , ને ખાસ તો છોકરાઓ ને ખુબ જ મજા આવી. એલ્મો નો શો પણ જોયો . આખા દિવસ માં કાચબા ,મગર ને સ્ટીંગ રે પણ જોયા . સાંજ નાં અમે સ્કાય ટાવર માં બેસી ને ખુબ જ ઉંચે થી આખું સી વર્લ્ડ જોયું . સ્કાય ટાવર એક પિલર પર ધીમે ધીમે ગોળ ફરતું ફરતું ઉપર ચડે ને આપણ ને ૩૬૦ ડીગ્રી નો વ્યુ જોવા મળે ને છેક ઉપર થી આખું શહેર દેખાય .
દિવસ પૂરો થાતો હતો ને અમે ફરી વાર શામુ નો શો જોઈ ને સી વર્લ્ડ બહાર નીકળ્યા ને સિધ્ધા હોટેલ મેરીઓટ ગયા . હવે શું ખાવું તે પ્રશ્ન હતો તે થી છેવટે ઇન્ડિયન કંઇક ખાવું એવું નક્કી કર્યું ને સ્નેહલ નીપા જોકે બહુ નજીક તો નહોતો પણ ઇન્ડિયન ગ્રોસરી સ્ટોર હતો ત્યાં ગયા ને ફ્રોઝન પરાઠા ,શાક વગરે લઇ આવ્યા ને અમે નિરાંતે જમ્યા . હોટેલ મેરીઓટ સરસ લક્ષુરિઅસ હતી. રૂમ સરસ હતો ને અંદર નાનું કિચન પણ હતું .અમારે એક જ રાત રેહવા નું હતું.
તા. ૬ જાન્યુઆરી ૨૦૧૦ બુધવાર
રાત આરામ થી કાઢી ને સવાર નાં સમયસર તૈયાર થઇ ને નીચે કોમ્પલીમેનટ્રી બ્રેકફાસ્ટ લેવા ગયા . બ્રેક ફાસ્ટ માં ખુબ વસ્તુ ઓ હોય જે અમે બરાબર ઝાપટી ને પેટ ભરી લીધું ને પછી ક્યાં જાવું તે નક્કી કર્યું. આ આખો દિવસ ખાલી જ હતો તેથી પેહલા અન્વય ને ધૃત હોટેલ નાં સ્વીમીંગ પુલ માં નાહ્યા ને પછી અમે થપ્પો પાછળ નાં ગ્રાઉન્ડ માં રમ્યા ને પછી હોટેલ રૂમ ખાલી કરી અમારો સામાન કાર માં લોડ કરી ને પછી ડીઝની બ્રોડ વોક જવા નું નક્કી કર્યું . ડીઝની એ અહી ખુબ જ મોટા એવા રિસોર્ટ બનાવ્યા છે જે લોકો વેકેસન ગાળવા માટે આવી ને રહી શકે ને ડીઝની વર્લ્ડ ની મુલાકાત પણ લઇ શકે . અહી એક લેક બનાવ્યું છે એની આસપાસ લક્ષુરિઅસ એપાર્ટ મેન્ટ બનાવ્યા છે .લેક માં બોટ પણ ફરતી હોય ને લેક ફરતો ચક્કર પણ મારી શકાય .અમે પેહલા ચાલતા ચાલતા ફર્યા ને પછી એક મલ્ટી સાઈકલ લીધી જેમાં ૬ જણા બેસી શકે ને તેમાં થી ૪ જણા પેડલ મારે. આ સાઈકલ થી અમે લેક ને ૨ ચક્કર માર્યા . અમ્મારે સાંજ ની ફ્લાઈટ પકડવા ની હતી તેથી કોઈ ઉતાવળ નહોતી તેથી બ્રોડ વોક થી નીકળી પેટ પૂજા માટે ભટકી ને ૨-૩ ફાસ્ટ ફૂડ માં ટેસ્ટ કરી ને પછી એરપોર્ટ જવા નીકળ્યા .
અમારી એરલાઈન્સ એર ટ્રાન્સ ની સર્વિસ ઘણી સારી હતી .ઓરલાન્ડો આવતી વખતે ડાઈરેક્ટ ફ્લાઈટ હતી તેમ છતાં બે વખત ડ્રીંક ને સ્નેક્સ આપ્યા ને પાણી જ્યુસ પણ આપતા. એક બેગ મોટી હતી તો પણ ચેક ઇન કરાવવા નું કહ્યું નહિ ને ફ્રી માં ચેક ઇન કરી . પ્લેન ની અંદર ફ્રી માં wifi ઈન્ટરનેટ સેવા હતી ને સ્નેહલ નાં આઈ ફોન થી અમે નિમિશ ને ઇ મેઈલ કરી શક્યા .
અમે આ રીતે તા. ૩૧ ડીસેમ્બર થી તા. ૬ જાન્યુઆરી ઓરલાન્ડો ફરી ને એક અતિ યાદગાર પ્રવાસ કરી ને પાછા આવી ગયા.
આ પ્રવાસ વર્ણન થી મેં તમને કંટાળો આપ્યો હશે ને મને ખબર છે કે તમે ઘણા એ મારા પર ખીજ પણ કાઢી હશે તો મને માફ કરશો પણ મારો હેતુ ખાસ તો સામાન્ય જાણકારી આપવા નો જ છે . મારા આ પ્રવાસ વર્ણન થી જો તમને જરાક પણ મજા આવી હોય કે ભવિષ્ય માટે ગાઈડંસ મળ્યું તો મારું આ લખ્યું સાર્થક થશે .
No comments:
Post a Comment