Quebec Trip - 2
પેહલા અમે મેપ પ્રમાણે જુના ક્યુબેક સીટી ના ગેટ પાસે થી પસાર થઇ ને La Citadel ગયા ,આ એક જુનો કિલ્લો ને ગેરીસન છે એટલે કે ક્યુબેક સીટી ને સાચવવા માટે નદી કિનારે ઉંચી ટેકરી પર કિલ્લો બનાવેલ છે જ્યાં થી શહેર ની રક્ષા કરી શકાય. ફ્રેંચ ને બ્રિટીશ પેહલે થી જ ટ્રેડીસનલ એનીમી છે ને ઇન્ડિયા માં પણ ફ્રેંચ લોકો એ પગ પેસારો કરવા ની કોશિશ કરી જ હતી પણ ફાવ્યા નહિ એજ રીતે અહી ફ્રેંચ કોલોની સામે બ્રિટીશરો એ કોલોની સ્થાપવા માટે હુમલો કર્યો હતો ને અહી હુમલા થી ગઢ તોડી પાડેલ તેના અવશેષો પણ સાચવી રાખ્યા છે ને એટલે જ કેનેડા ની સરકાર બ્રિટીશ ક્વીન ની સત્તા સ્વીકારે છે તે મોન્ત્રિઅલ ને ક્યુબેક ને ગમતું નથી ને તેનાથી આઝાદ થવા નો પર્યંત કરે છે.અમે સિટાડેલ ની અંદર તો ન ગયા પણ બાજુ થઇ ને નદી કિનારે ગયા, ને અમે ત્યાં નું દ્રશ્ય જોઈ ને ચકિત જ થઇ ગયા .એકદમ ઉંચી ટેકરી પર થી ૩૦૦/૫૦૦ ફૂટ નીચે એકદમ દરિયા જેવી વિશાળ નદી દેખાણી. નદી અતિ વિશાળ ને ઊંડી છે ને એની અંદર સ્ટીમરો પણ ચાલે છે ને અમે એક કાર્ગો શીપ કનટેઇનર ને જતી પણ જોઈ .અહી ઉનાળા માં સ્નો પીગળતો હોવા થી તેનું પાણી બને છે ને તેથી નદી માં ખુબ પાણી હોય છે . આ નદી નું નામ સૈન્ટ લોરેન્સ છે ને તે લેક ઓન્તેરીઓ માંથી ઉદભવે છે ને પછી ૩૦૦૦ કિમી ની સફર કરી ને એટલાન્ટીક સમુદ્ર માં ઠલવાય છે .તેની ઊંચાઈ શરૂઆત માં ૮૦૦ મીટર છે ને ક્યુબેક પાસે પણ ૫૦૦ ફૂટ ઉંચી હશે. ક્યુબેક નું નામ આ નદી અહી સાંકડી થતી હોવા થી ફ્રેંચ ભાષા માં ke bek એટલે 'એ જગ્યા જ્યાં નદી સાંકડી થાય છે '.પર થી રાખ્યું છે. અહી અમને પહોળી લાગતી નદી ખરેખર તો અમુક જગ્યાએ ૮૦ માઈલ (હા માઈલ) પહોળી છે , એટલે આ એક દરિયો જ થયો ને. નદી માં સેઈલ બોટ,મોટર બોટ વગરે ચાલતા હતા ,ત્યાંથી અમે નીચે ઉતરી ને ઓલ્ડ સીટી તરફ ગયા . અમને ખબર નહિ કે આગળ શું છે તેથી ચાલતા ગયા ,નાના શો વિન્ડો માં આકર્ષક રીતે વસ્તુઓ ગોઠવી હતી તેને જોવા નો લાહવો લેતાં રહ્યા .વેકેસન હોવા થી ને લોંગ વીક એન્ડ હોવા થી ટુરિસ્ટો ની ભરમાર હતી .ખુબ બધા ટુરિસ્ટો નીકળી પડ્યા હતા ને ચાલવું મુશ્કેલ થતું હતું પણ અહી ના મેનર્સ પ્રમાણે કોઈ ભટકાતું નહોતું ને એકદમ વ્યવસ્થિત એકબીજા ને સાચવી ને ચાલતા હતા ને કદાચ કોઈ અડી જાય કે રસ્તા વચ્ચે આવી જાય તો તરત સોરી કહી ને ખસી જાય. અહી વિક્ટોરિયા નો આનંદ પણ લોકો બરાબર લેતાં હતા ને લોકો આખા ઓલ્ડ સીટી નો ચક્કર વીકટોરિયા માં મારતા હતા આને પણ ઓપરેટર ઓ એકદમ આધુનિક બનાવી દીધેલ છે કે એ લોકો પાસે પણ વોકી ટોકી હતું ને કોમેન્ટરી પણ આપતા હતા.લોકો બસ થી પણ આવ્યા હતા અમને ન્યુ યોર્ક થી એક ગુજરાતી કુટુંબ આવ્યું હતું તે મળ્યું.આમ તો ઘણા ગુજરાતી કુટુંબો દેખાણા. અમે એકદમ છેડે આવી ગયા .અહી નદી વળાંક લે છે ને ત્યાં એક અતિ ભવ્ય હોટેલ chateau frontenac હતી જેનું સ્થાપત્ય કોઈ જર્મન કિલા જેવું છે.ત્યાં નીચે ભવ્ય શિલ્પો ને રીવર ફ્રન્ટ છે. રીવર ફ્રન્ટ પર ખુબ લોકો ચાલતા હતા ,ખાણી પીણી પણ ચાલતી હતી .એક સર્કલ પાસે કોઈ માણસ શો કરતો હતો ને લોકો રસ થી તેને જોતા હતા ,એની પાછળ જ funicular એલીવેટર સીસ્ટમ છે .આમાં એક કેબીન ૪૫ ડીગ્રી ના ખૂણે ઉપર ચડતી એલીવેટર સીસ્ટમ છે . ૧૫૦ વર્ષ પેહલા ના જમાના માં નીચે થી ઉપર સામાન ને લોકો ને કઈ રીતે ઉપર લઇ જવા તેના ઈલાજ તરીકે આજ થી ૧૩૧ વર્ષ પેહલા આ કેબીન સીસ્ટમ બનાવી હતી. આ લોકો નું એન્જીનીઅરીંગ ભેજું જોવો કે તેમણે ઉપર જવાનો સરળ ઉપાય શોધી કાઢ્યો ને પેહલા પાણી ના કાઉનટર બેલેન્સ થી આ કેબીન ને ઉપર નીચે લઇ જાતા ,પછી સ્ટીમ મશીન થી ને ૧૯૦૭ થી ઇલેક્ટ્રિક થી આ કેબીન ઉપર નીચે જાય છે.એમાં બેસવા ના (આમ તો ઉભવા ) ના $ ૨ આપી ને અમે પણ લાભ લીધો.અહી નદી ને કાંઠે પણ એકદમ વોટર લેવલ પર પણ ખુબ સરસ વિકાસ કાર્યો છે.ખુબ સરસ મરીન ડ્રાઈવ જેવા રસ્તા ને ખુબ જ સુદર ડોક જ્યાંથી ફેરી બોટ નદી માં ફરવા લઇ જાય તે ઉપરાંત એક ખુબ જ નાની ગલી માં રૂપકડી માર્કેટ બનાવી છે.ગલી માંડ ૧૨/૧૩ ફૂટ પહોળી હશે પણ બંને બાજુ જે જુના રેહણાક ના ઘર હશે તેને દુકાન માં ફેરવી દીધા છે ને બહાર થી ફૂલો થી સજાવી ને આકર્ષક બનાવેલ હોતા ખુબ લોકો ફરતા હતા. આપણે ત્યાં આવી ગલી હોય તો ગંદકી નું સામ્રાજ્ય હોય , લારી ગલ્લા વાળા એ રસ્તો રોકી દીધો હોય ને જાંબુડા હપ્તો ઉઘરાવતા હોય. ત્યાંથી ઉપર ચડતા ખુબ જ આકરો ઢાળ ચડી ને પોસ્ટ ઓફીસ આવે ને પછી નોત્રે દેમ ચર્ચ આવે જે પણ ખુબ જ ભવ્ય બનાવ્યું છે. એની સામે એક સ્ક્વેર માં ૨ છોકરાઓ સરસ મજાના જગ્લીંગ ના ખેલ કરતા હતા .એ ખેલ જોઈ ને અમે સબવે સેન્ડવીચ ખાવા ગયા .અહી અમેરિકા ને યુકે નું વર્ચસ્વ ઓછું કરવા માટે ને ફ્રેંચ ફૂડ ને પ્રોમોટ કરવા માટે પિઝ્ઝા હટ કે એવા રેસ્ટોરાં ને પરમીશન નહિ આપી લાગતી ને એટલે અમને ફૂડ ની ખાસી એવી તકલીફ પડી. અમે અહી ફ્રેંચ ક્રેપ પણ ટ્રાય કર્યું પણ બહુ કઈ જામ્યું નહિ. ફ્રેંચ ક્રેપ એટલે મોળો પુડો, જેની અંદર સ્ટ્રોબેરી ,બ્લુબેરી જેવું ભર્યું હતું પણ કાઈ ટેસ્ટ નહોતો . અમે ઇન્ડિયન ફૂડ ની તપાસ કરી ને એક નામ અમારી નજરે પડ્યું ને તે હોટેલ અપ્સરા હતું તેથી ત્યાં ગયા તો તે થાઈ ને વિએતનામીસ નીકળી. અમને ટુરિસ્ટ ડીપાર્ટમેન્ટ તરફ થી ૨ ફ્રી ટીકીટ પાઈરેટ ઓફ ધી કેરિબિયન ના શો ની મળી હતી તેમાં છોકરાઓ ને લઇ સ્નેહલ નીપા ગયા ને અમે બંને ફરવા નીકળ્યા. સાંજ ના મ્યુસિક શો જોઇને અમે પાછ્છા હોટેલ પર આવી ગયા અમેને ત્યાં રવિવારે સાંજના ક્યા જાવું તે નક્કી ન કરી શક્યા ને જુના ટાઉન માં ખુબ ફરી લીધું એટલે પછી સેઇન્ટ ઈબ્રાહીમ પાર્ક માં ગયા જ્યાં અમે બધા ખો ખો રમ્યા . પેહલે દિવસે સવાર ના ૭.૩૦ ના નીકળ્યા હતા તે છેક રાત ના ૧૧.૩૦ ના હોટેલ પર પાછા આવ્યા હતા ને ખુબ જ થાકી ગયા હતા તેથી બીજે દિવસે વેહલા આવી ગયા ને થેપલા શાક જમી ને આરામ કર્યો ને વેહલા સુઈ ગયા .સવાર ના કોફી મેકર માં ચા બનાવી બ્રેક ફાસ્ટ કરી ને હોટેલ છોડી દીધી ને અમે ક્યુબેક સીટી ની બહાર montmorency falls જોવા ગયા.આ ધોધ ની ઊંચાઈ ૨૭૫ ફૂટ છે ને તે નાયગ્રા કરતા પણ ૧૦૦ ફૂટ ઉંચો છે. જોકે નાયગ્રા નો તો કોઈ મુકાબલો કરીજ ના શકે.અમે ધોધ પર પહોંચ્યા ત્યારે લગભગ ૧૦.૩૦ થઇ હતી .અહી ની સીસ્ટમ મુજબ ધોધ પાસે જવા માટે કોઈ ફી નહોતી ને કસ્ટમર સેન્ટર સરસ બનાવ્યું હતું જ્યાં તપાસ કરતા ખબર પડી કે ચાલતા જવું હોય તો જમણી બાજુ છેક દુર સુધી ચાલી ને પછી ત્યાં થી ૫૦૦ પગથીયા ચડી ને પછી ચાલી ને ધોધ ઉપર બનાવેલ બ્રીજ ઉપર જવાશે .અમારા થી ૫૦૦ પગથીયા ચડાય એમ નહોતું તેથી અમે કેબલ કાર માં જવા નું નક્કી કર્યું . કેબલ કાર ની ટીકીટ મોટા માટે વન વે $ ૭.૭૫ ને ટુ વે ૯.૫૦ હતી ને કિડ્સ ના $ ૪.૫૦ હતા.એટલે મારી વન વે લીધી ને તરલા ની ૨ વે .ધૃત ફ્રી હતો .અમે કેબલ કાર માં ઉપર પહોંચ્યા ને ત્યાં થી લાકડા ના બ્રીજ પર થઇ ને ધોધ ઉપર ના બ્રીજ ઉપર પહોંચ્યા જ્યારે સ્નેહલ નીપા ૫૦૦ પગથીયા ચડી ને બ્રીજ પર આવ્યા.અમે ધોધ ની મજા માંણી ને ફોટા પાડી ને પછી અમે બધા તરલા સિવાય ના પગથીયા ઉતરી ને નીચે પહોંચ્યા. આમાં લગભગ ૩ કલાક નીકળી ગયા હોવા થી બધા ખાસા થાકી ગયા હતા તેથી જ્યુસ સાથે નાસ્તો કરી ને ફ્રેશ થયા ને પછી નદી પાર કરી ને મોટા બ્રીજ ઉપર થી સામે પાર ગયા જ્યાં જુનું ડીસેન્ટ ગામ હતું તેનો એક ચક્કર મારી ને અમારી ક્યુબેક ની સફર પૂરી કરી ને પાછા વળતીયા ગાડાં ની જેમ અમારા ગામ વેસ્ટફોર્ડ તરફ વાન હંકારી મૂકી કારણ કે અમારે હજી ૮ કલાક ની મુસાફરી કરવા ની હતી. ક્યુબેક ની બહાર નીકળી ને લગભગ ૧ કલાક ડ્રાઈવ કરી ને પછી અમે એક જગ્યા એ લંચ લેવા ઉભા રહ્યા ને ત્યાં આપણું માનીતું થેપલા ,શાક, દહીં વગરે ખાધું ને પછી પાછું હંકારી મુક્યું તે વચ્ચે ૩ બ્રેક લઇ ને રાત ના ૯.૧૫ ના ઘેર આવી ગયા , રસ્તા માંથી જ પિઝ્ઝા નો ઓર્ડર આપી દીધો હતો તેથી પિઝ્ઝા ખાઈ ને સુઈ ગયા.
નીચે ની વેબ સાઈટ નવી ટેબ ખોલી ને જોવા થી ક્યુબેક ના પ્રોફેસનલ ફોટા જોઈ શકાશે .
નવી ટેબ ખોલશો તો જ ફોટા જોવાશે.
www.phototravelpages.com/canada/quebec/quebec_city.html